ખાસ-ખબર સંવાદદાતા
માણાવદરમાં આડેધડ ટ્રાફીક અડચણરૂપ વાહનો પાર્ક કરવા પોલીસે દંડો ઉગામ્યો છે. જેમાં પોલીસે 10 એનસી કેસ કરીને 34 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ અંગે મળતી વિગત મુજબ માણાવદર શહેરનાં જાહેર માર્ગો પર વાહનો રાખતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી અને ટ્રાફીક સમસ્યા દિવસે દિવસે થતી હોવાના ઘ્યાને લઇને માણાવદર પીએસઆઇ કે.બી.લાલકા તથા પોલીસ સ્ટાફે ગામની મુખ્ય બજારોમાં ટ્રાફીક ઝુબેશ હાથ ધરવામાં આવી હતી અને ઘણા સમય પછી પોલીસે કાર્યવાહી કરતા ટ્રાફીક સમસ્યા કાયમી હલ થાય તે માટે દરરોજ પોલીસ આવી ટ્રાફીક ડ્રાઇવ કરે તેવુ લોકો ઇચ્છી રહ્યા છે.
માણાવદર આડેધડ પાર્ક કરતા વાહનો સામે પોલીસની ઝૂંબેશ
