22-6-2021માં બન્ને આરોપી વિરૂદ્ધ સગીર યુવતીને લલચાવી ફોસલાવી હોટેલમાં લઈ જઈ શરીર સંબંધ બાંધ્યો હતો
એડવોકેટ અભય ભારદ્વાજ એન્ડ કંપનીના અંશ ભારદ્વાજ સહિતના વકીલોની ધારદાર રજૂઆતથી કોર્ટનો હુકમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની હોટલ પાર્ક ઈનમાંથી 22 જૂન-2021ના રોજ કુટણખાનું, દારૂ અને સગીરા ઝડપાઈ હતી. આ કેસમાં સંતોષ કુશવાહા અને ચંદુભાઈ કક્કડ વિરૂદ્ધ સગીરાના પિતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં સગીર વયની દીકરીનો અણસમજનો લાભ લઈ તેને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી હોટેલમાં શરીર સંબંધ બાંધ્યો હતો. જો કે, આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટમાં પુરાવા વંચાણે લેતા આરોપી વિરૂદ્ધના નક્કર પુરાવા ન થતા કોઈપણ પ્રકારનું બળજબરીપૂર્વકનું કૃત્ય આચરેલું હોવાનું સાબિત ન થયું જેને લઈને સ્પેશિયલ પોક્સો કોર્ટે આ બન્ને આરોપીએ નિર્દોષ જાહેર કર્યા છે.
- Advertisement -
આ કેસની વિગત જોઈએ તો રાજકોટ મહિલા પોલીસ દ્વારા દુષ્કર્મ અપહરણ પોકસો સહિતના ગુનાના કામે આરોપી સંતોષ કુશવાહાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને રિમાન્ડની માગણી અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા આરોપીના રિમાન્ડ મંજૂર કરવામાં આવતા મહિલા પોલીસ દ્વારા આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. તો સાથે જ ગુનાના કામે સાંયોગિક પુરાવા મેળવવા માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.
ત્યારે રિમાન્ડ દરમિયાન આરોપી સંતોષ કુશવાહા પાસેથી મળી આવેલ મોબાઈલ ચેક કરતા તેમાં 15થી વધુ યુવતીઓના ફોટા તેમજ યુવતીઓ સાથેનું ચેટિંગ મળી આવ્યું છે. જો કે, આ ઘટના બાદ સગીરાના પિતાએ બન્ને આરોપી વિરૂદ્ધ પોક્સો કોર્ટમાં કેસ કર્યો હતો. આરોપીના વકીલ તરીકે અંશ ભારદ્વાજે કોર્ટમાં દલીલ કરી હતી કે, ભોગ બનનારના પુરાવો ધ્યાને લેતા પોલીસ સમક્ષની હકીકતોથી વિપરીત તેની જુબાનીની હકીકતો છે જ્યારે ભોગ બનનારની જુબાની રેકોર્ડ પર હોય ત્યારે પરિવારજનોની જુબાની કોર્ટમાં માની શકાતી નથી તેથી આ બનાવમાં આરોપીએ બળજબરીપૂર્વકનું દુષ્કર્મ આચરેલું હોય તેવું ફલીત થતું નથી. જ્યારે ફરિયાદી પક્ષ આરોપીઓ વિરૂદ્ધ પુરાવા સાબિત ન કરી શકતા સ્પેશિયલ પોક્સો કોર્ટે બન્નેને છોડી મુકવાનો હુકમ ફરમાવ્યો છે.
આરોપીના એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ એન્ડ કંપનીના અંશ ભારદ્વાજ, ધીરજ પીપળિયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર સહિતના રોકાયા હતા.