-17400 વેલનેસ સેન્ટર પર ગરીબ-મધ્યમવર્ગ માટે નિદાન સારવાર કેમ્પ: સ્વચ્છતા અઠવાડિયાનો પણ પ્રારંભ કરાવાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન તા.17ના રોજ દેશભરમાં એક તરફ 70 સ્થળો પર પીએમ વિશ્વકર્મા યોજનાનો પ્રારંભ કરાશે જેમાં દરેક આયોજન સ્થળ પર મંત્રીઓ હાજર રહીને વિશ્વકર્માની શ્રેણીમાં આવતા નાના-કારીગરો શ્રમિકોને 1-2 લાખની લોન અપાશે. આ ઉપરાંત દેશભરમાં એક આયુષ્યમાન ભવ: અભિયાન પણ આ જ દિને પ્રારંભ થશે જેમાં દેશભરમાં 17000થી વધુ આયુષ્યમાન એવા લાગશે જેમાં ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોને માટે નિદાન-ઉપચારનો કેમ્પ યોજાશે.
- Advertisement -
આગામી સમયમાં યોજાનારી પાંચ રાજયોની ધારાસભા ચુંટણીઓ તથા 2024ની લોકસભા ચુંટણીમાં ભાજપે ખાસ કરીને અપર બેકવર્ડ કલાસ (ઓબીસી) વર્ગ પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરવા નિર્ણય લીધો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા.15 ઓગષ્ટના લાલકિલ્લા પરના તેમના સંબોધનમાં આ પીએમ વિશ્વકર્મા યોજનાની જાહેરાત કરી હતી. જેનો પ્રારંભ તા.17ના વડાપ્રધાનના જન્મદિને થશે અને વડાપ્રધાન દિલ્હીથી તેનો પ્રારંભ કરાવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ અમદાવાદમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંઘ લખનૌ માર્ગ વાહન વ્યવહાર મંત્રી નિતીન ગડકરી નાગપુર, એમ પુરુ મોદી મંત્રીમંડળ દેશના 70 સ્થળો પર આ યોજના લોન્ચ થશે.
જેમાં વિશ્વકર્મા શ્રેણીમાં આવતા વિવિધ વર્ગનરા કારીગરોને સ્કીલ ટ્રેનીંગ ઉપરાંત આધુનિક સાધન સુવિધા તેમના વ્યવસાયને ઉપયોગી વર્કશોપ યોજાશે જેમાં વણકર- સોનીકામ કરનારા, લુહાર, સુથાર, ધોબી ક્ષૌરકર્મ કરનારા સહિતના સમુદાયને આવરી લેવાશે જેથી તેમાં બહેતર કામગીરીથી વધુ આવક ઉપાર્જન કરી શકશે. તેઓને ખાસ રૂા.1-2 લાખ સુધીની મર્યાદાની લોન અપાશે જેનું વ્યાજ કેન્દ્ર ભોગવશે. આ ઉપરાંત તા.17ના રોજ સ્વચ્છતા ઝુંબેશ, સરકારી યોજનાના લાભાર્થીઓ માટે ખાસ કેમ્પ તા.2 સુધી ચાલશે.