જૂનાગઢ પ્રધાનમંત્રી મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા તથા મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પી.એમ.સૂરજ રાષ્ટ્રીય પોર્ટલનું લોન્ચીંગ અને વંચિત જૂથો (એસ.સી.,ઓ.બી.સી.,સફાઇ કર્મચારી)ને એક લાખના ધિરાણની મંજૂરી તથા સીવર અને સેપ્ટિક ટેંકના શ્રમિકોને નમસ્તે આયુષ્માન કાર્ડ અને પીપીઈ કીટનું વિતરણ શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે મેયર ગીતાબેન પરમાર, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ડે.મેયર ગીરીશભાઈ કોટેચા, દેવાભાઈ માલમ કલેકટર અનીલકુમાર રાણાવાસીયા સહીતના મહાનુભાવોની ઉપસ્થિતિ કાર્યક્રમ યોજાયો હતો.
પી.એમ.સૂરજ રાષ્ટ્રીય પોર્ટલનું લોન્ચીંગ કાર્યક્રમમાં વંચિત જૂથો જેવા કે અનુસુચિત જાતિઓ (જઈત),અન્ય પછાતવર્ગો (ઘઇઈત) સફાઇ કર્મચારીઓ,સિવર અને સેપ્ટીક ટેકના કામદારો,વેન્ચર કેપિટલ ફંડના લાભાર્થીઓ એસસી અને ઓબીસી ઘઇઈ, પી.એમ.સૂરજ રાષ્ટ્રીય પોર્ટલ થકી એક લાખ લાભાર્થીઓને ઓછા વ્યાજદરે લોનનું વિતરણ, સિવર અને સેપ્ટિક ટાંકીના કામદારોને આયુષ્માન હેલ્થ કાર્ડનું વિતરણ,સિવર અને સેપ્ટિક ટાંકીના કામદારોને ઙઙઊ કિટ્સનું વિતરણ સ્ટેજ પરથી કરવામાં આવ્યું હતું તેમજ શહેરમાં અંદાજીત 650 જેટલા લાભાર્થીઓને લાભ એનાયત કરવામાં આવ્યો હતો.