સ્ફિન્કસનાં પણ દર્શન કર્યા: આ પિરામિડનું નિર્માણ ઇ.સ.પૂ. 26મી સદીમાં થયું હતું
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છ દિવસની વિદેશ યાત્રા અત્યંત સફળ રહી હોવાનું વિશ્ર્લેષકોનું સ્પષ્ટ મંતવ્ય રહ્યું છે. તેઓ અમેરિકાથી ઇજીપ્તની મુલાકાતે ગયા હતા. તે દરમિયાન વિશ્ર્વની 7 અજાયબીઓ પૈકીની એક અજાયબી પિરામિડનાં દર્શને ગયા હતા. તે ભરાભડો પૈકી એક તો કેરોની નજીક જ ગીઝાનો પિરામિડ છે, અને જાણે કે તે મહાન પિરામિડનું રક્ષણ કરવા બેઠો હોય તેવો અર્ધમાન અને સિંહની આકૃતિ ધરાવતો સ્ફિંકસ છે. નરેન્દ્ર મોદી રાજ્યશાસ્ત્ર અને ઇતિહાસના વિષયો સાથે સ્નાતકોતર (એમ.એ.)ની ડિગ્રી ધરાવે છે. તેઓની અસામાન્ય કાર્યશક્તિ અને કાર્યસિદ્ધિનાં મૂળમાં તેઓનું અગાધ જ્ઞાન રહેલું છે. જે વિશ્ર્વના અગ્રીમ નેતાઓ જાણે જ છે.
- Advertisement -
આવા નરેન્દ્ર મોદી અત્યારે પણ વિદ્યા વ્યસની છે. તેઓ અલ્કાહીરા જાય અને વિશ્ર્વની અજાયબી સમાન પિરામિડો અને જાણે કે તેનું રક્ષણ કરવા બેઠો હોય તેમ અર્ધમાનવ અને અર્ધસિંહની પ્રતિમા સ્ફિંન્કસનાં દર્શને ન જાય તે કલ્પનીય જ નથી. ઇજીપ્તની તેઓની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ મહાનદનીલ (નાઈલ)ના અલ્કાહીરા પાસેના ગીઝાના વિશાળ પિરામિડ અને તેનું રક્ષણ કરવા જાણે કે બેઠા હોય તેવાં સ્ફિંક્સનાં દર્શન કર્યા સિવાય તે વિદ્વાન રહી જ ન શકે.
વડાપ્રધાન તા. 24મીના દિવસે રવિવારે કેરોપી નજીક આવેલો ગિઝાનો પિરામિડ જોવા ગયા હતા ત્યારે તેઓની સાથે ઇજિપ્તના વડાપ્રધાન મુસ્તફા મેડબોલી પણ હતા. નાઈલના પશ્ર્ચિમ તટે આવેલા એક ખડકાળ વિસ્તાર ઉપર રચાયેલો આ પિરામિડ ધ ગ્રેટ પિરામિડ તરીકે જાણીતો છે. તે સૌથી મોટો પિરામિડ છે. તેનું નિર્માણ ઇ.સ. પૂર્વે 26મી શતાબ્દીમાં ઇજિપ્તના ચોથા રાજવંશ દરમિયાન થયું હોવાનું કહેવાય છે. તે નિર્માણમાં 27 વર્ષ લાગ્યાં હોવાનું પણ કહેવાય છે. તે સર્વ વિદિત છે કે ઇજિપ્તના પ્રમુખ અબ્દેલ ફતહ અલ્સીસીનાં આમંત્રણથી મોદી ઈજિપ્તની યાત્રાએ ગયા હતા. જ્યાં તેઓને ઇજિપ્તનું સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ ધી નાઈલ આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ઇજિપ્ત નામ મૂળ તો ગ્રીસે એઈજીપ્ટસ્ તરીકે આપ્યું હતું. ત્યાં મહ્દઅંશે મેડીટરેયિન આબ્યાઈન રક્ત ધરાવતી પ્રજા સ્થિર થઈ હતી પરંતુ તે પ્રજા તેમના દેશને શા નામથી ઓળખતી હતી તે સ્પષ્ટ નથી. એઈજીપ્ટસ નામ તો ગ્રીસે આપ્યું હતું તે તો સ્પષ્ટ છે. આવાં ઇજિપ્ત સાથે ભારતની સિંધુખીણ, સંસ્કૃતિના વતનીઓને સંપર્ક હતો. વ્યાપારી સંબંધો પણ હતા. મોદી યાત્રાએ ઈ.સ. પૂર્વે 3000થી શરૂ થયેલા સંપર્કો પુનર્જિવત કરી પ્રબળ બનાવ્યા છે.