વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાયન્સ સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાતની સફળતાના 20 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગાર્ડન કારમાં સાયન્સ સિટી પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાનનું ગરબાથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
Live: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણીનો સમારોહ. સ્થળ : સાયન્સ સિટી, અમદાવાદ #20YearsOfVibrantGujarat https://t.co/V4LJIc5M4g
- Advertisement -
— CMO Gujarat (@CMOGuj) September 27, 2023
વડાપ્રધાન ‘સમિટ ઓફ સક્સેસ’ પેવેલિયનનું ઉદ્ઘાટન પણ કરશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ સહિતના નેતાઓ હાજર રહ્યા છે. વાઇબ્રન્ટ સમિટના સફળતાની ફિલ્મ બતાવાઈ છે. બાદમાં કાર્યક્રમના મુખ્ય સ્ટેજ પર મોદી, ભૂપેન્દ્ર પટેલ, પાટીલ, હર્ષ સંઘવી સહિતના નેતાઓને માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
- Advertisement -
#WATCH | PM Modi at Science City in Gujarat's Ahmedabad to take part in a programme marking the celebration of 20 years of Vibrant Gujarat Global Summit
Governor of Gujarat Acharya Devvrat and CM Bhupendra Patel also present pic.twitter.com/0DO8asG1Zq
— ANI (@ANI) September 27, 2023
ભૂપેન્દ્ર પેટલે નરેન્દ્ર મોદીને બૂકે અને શાલ આપી સ્વાગત કર્યું હતું. મોદીએ અક્ઝીબિશન નિહાળ્યું હતું. સાયન્સ સિટીમાં કન્વેશન હોલમાં હજારો લોકો ઉપસ્થિત રહ્યા છે. પોલીસની ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
Marking two decades of fostering business, innovation and growth!
At 10 AM, will be joining the programme to mark 20 years of the @VibrantGujarat Summit, which is a testament to Gujarat’s unwavering commitment to economic development.
Over the years, the Summits have brought… https://t.co/XvXyeYY8bz
— Narendra Modi (@narendramodi) September 27, 2023
ગઈકાલે એરપોર્ટ પર મહિલા વંદન કાર્યક્રમમાં હાજરી આપી હતી
ગઈકાલે એરપોર્ટ પર મહિલાઓ દ્વારા નરેન્દ્ર મોદીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. જીપમાં પીએમ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટિલ ઉપસ્થિત રહ્યા હતા. મહિલા અનામત અંગે બિલ પસાર થતા મહિલાઓ પીએમનું અભિવાદન કરવા એરપોર્ટ ખાતે પહોંચી હતી. પીએમ મોદીએ એરપોર્ટ પર સભા સ્થળ સુધી ખુલ્લી જીપમાં મહિલા કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલ્યું હતું. સ્ટેજ પર મહિલાઓ સાથે પીએમ મોદી, પાટીલ અને CM ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીનું CM ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, અમદાવાદના મેયર અને મહિલા ધારાસભ્યો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
Nari Shakti Vandan Adhiniyam has furthered a spirit of confidence in our Nari Shakti! pic.twitter.com/PCSDjFplhP
— Narendra Modi (@narendramodi) September 27, 2023
PM મોદીએ મહિલાઓને સંબોધી હતી
તમામ માતા-બહેનોને નમન કરતાં મોદીએ કહ્યું હતું કે, માતા-બહેનોના આશીર્વાદ મળે એનાથી મોટું સૌભાગ્ય શું હોય, અહીં આવ્યા અગાઉ હું આખો દિવસ યુવાઓ સાથે જોડાયેલા કાર્યક્રમમાં હાજર હતો. આજે મને તમારા બધાનાં મોઢાં પર ખુશી જોવા મળી રહી છે, તમે તમારા ભાઈ અને દીકરાને જે કામ માટે વિશ્વાસ કરી મોકલ્યો એ કામ કર્યું. આ સપનું વર્ષો અગાઉ ગુજરાતની ધરતીથી આપણે જોયું હતું, આજે એ સંકલ્પ સાથે હું આવ્યો છું.
આજે અમદાવાદ ખાતે નારી શક્તિ દ્વારા ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. “નારી શક્તિ વંદન અધિનિયમ” સંસદમાં પસાર થવા બદલ હું ખૂબ જ આનંદ અને ઉત્સાહની અનુભૂતિ કરી રહ્યો છું. pic.twitter.com/v1j4oIQlAa
— Narendra Modi (@narendramodi) September 26, 2023