જાપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબાએ તેમના X એકાઉન્ટ પર પીએમ મોદી સાથેની રાઇડની તસવીરો શેર કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના જાપાનના પ્રવાસના બીજા દિવસે અનેકવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો અને જાપાનના વડાપ્રધાન પણ સતત તેમની સાથે હતા. વડાપ્રધાને આજે જાપાનની ટોકિયો ઈલેકટ્રોન ફેકટરીની મુલાકાત લીધી હતી અને ત્યાંથી જાપાનના વડાપ્રધાન શિગેરૂ ઈશિબા સાથે ટોકિયોથી સેંદાઈની બુલેટ ટ્રેનની સફર કરી હતી.
- Advertisement -
શનિવારે મોદીનું સ્વાગત કરવા માટે JR ઈસ્ટ સાથે જાપાનમાં તાલીમ લઈ રહેલા ઘણા ભારતીય ટ્રેન ડ્રાઈવરો લાઇનમાં ઉભા હતા. પ્રધાનમંત્રીએ ડ્રાઈવરોને મળ્યા અને તેમની સાથે ફોટા પણ પડાવ્યા.
શનિવારે શરૂઆતમાં, મોદીએ ટોક્યોમાં જાપાનના સોળ પ્રીફેક્ચરના ગવર્નરોને મળ્યા હતા. વાતચીત દરમિયાન, મોદીએ “રાજ્યો-પ્રીફેક્ચર સહયોગની સંભાવના પર પ્રકાશ પાડ્યો અને આ સંદર્ભમાં 15મી ભારત-જાપાન વાર્ષિક સમિટ દરમિયાન શરૂ કરાયેલ રાજ્ય-પ્રીફેક્ચર ભાગીદારી પહેલ હેઠળ કાર્યવાહી કરવા વિનંતી કરી,” વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું.
બાદમાં મોદી અને જાપાનના વડાપ્રધાન વચ્ચે શિખર મંત્રણા યોજશે. બાદમાં સાંજે મોદી ચીનના પ્રવાસે જવા રવાના થશે. આજે મોદીએ જાપાનના 16 પ્રાંતના રાજયપાલો સાથે મુલાકાત કરી હતી. જેમાં બન્ને દેશો વચ્ચે ટેકનોલોજી આદાનપ્રદાન રોકાણ, સ્કીલ ડેવલપમેન્ટ સ્ટાર્ટઅપ તથા લઘુ તથા મધ્યમ ઉદ્યોગના ક્ષેત્રમાં બન્ને દેશોના સહયોગ પર ભાર મુકયો હતો.
- Advertisement -
જાપાનના વડાપ્રધાન શિગેરએ પણ ટવીટ કરીને બુલેટટ્રેન પ્રવાસની તસવીરો શેર કરતા લખ્યું કે પ્રધાનમંત્રી મોદી સાથે સેંડાઈ અને રાષ્ટ્રવડાઓએ સેંડાઈના લોહુકો શિકોનશેન પ્લાંટની મુલાકાત લીધી હતી. જયાં બુલેટટ્રેનના કોચ બને છે. શ્રી મોદીએ અહી બુલેટ ટ્રેનના સંચાલનમાં જોડાયેલા ભારતીય ડ્રાઈવરો સાથે મુલાકાત લીધી હતી.




