ભારતીય ક્રિકેટ ટીમે બાર્બાડોસની ધરતી પર T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ત્રિરંગો લહેરાવ્યો હતો. આજે ભારતીય ટીમ પોતાના દેશ પરત ફરી હતી. ટીમ ઈન્ડિયાના સભ્યો આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. ત્યારબાદ સાંજે તેઓ મુંબઈમાં વિક્ટરી રેલી માટે રવાના થયા હતા.
તારીખ 29 જૂન 2024… T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું. આ રીતે ભારતીય ટીમ આ ફોર્મેટમાં બીજી વખત ચેમ્પિયન બની છે. 29 જૂને રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને રોમાંચક રીતે હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે બ્રિજટાઉન (બાર્બાડોસ)ના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ જીત્યો.
- Advertisement -
હવે પીએમ મોદીને મળ્યા બાદ ટીમ દિલ્હી એરપોર્ટ માટે રવાના થશે, મુંબઈમાં વિજય રેલી યોજાશે.
ભારતીય ક્રિકેટ ટીમ મુંબઈ જવા માટે દિલ્હી એરપોર્ટ પર જઈ રહી છે, જ્યાં મરીન ડ્રાઈવ અને વાનખેડે સ્ટેડિયમમાં વિજય પરેડ યોજાવાની છે. આ ટીમ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી હતી.
- Advertisement -
સમગ્ર દેશ ટીમ ઈન્ડિયાને આવકારવા આતુર છેઃ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા
બાર્બાડોસથી ટીમ ઈન્ડિયાના વાપસી પર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, બાર્બાડોસની ધરતી પર ત્રિરંગો લહેરાવનાર અમારી T20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમનું સ્વદેશ પરત ફરવા પર હાર્દિક સ્વાગત છે. આખો દેશ તમારું સ્વાગત કરવા આતુર છે.
રાજીવ શુક્લાએ કહ્યું કે અમારા માટે આ એક મોટી ઉપલબ્ધિ છે
બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાની સ્વદેશ પરત ફરવા વિશે કહ્યું કે દરેક લોકો ખુશ છે કારણ કે દક્ષિણ આફ્રિકા અને ઘણા દેશોને હરાવીને આઈસીસી ટી20 વર્લ્ડ કપ જીતવી એ એક મોટી ઉપલબ્ધિ છે. હું આ માટે તમામ ખેલાડીઓ, ટીમ મેનેજમેન્ટ અને BCCI અધિકારીઓને શ્રેય આપીશ. ટીમ ઈન્ડિયા આજે એર ઈન્ડિયાના ખાનગી ચાર્ટર્ડ પ્લેનમાં પરત ફરી છે અને આજે જ મુંબઈ જવા રવાના થશે.
પીએમ મોદીને મળવા માટે ટીમ ઈન્ડિયા વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચી હતી
વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પીએમ નરેન્દ્ર મોદીને મળવા માટે વડાપ્રધાનના નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ પર પહોંચી છે. થોડી જ વારમાં પીએમ મોદી ટીમ ઈન્ડિયાને મળશે.
ITC મૌર્યા હોટેલની બહાર ક્રિકેટ ચાહકોની ભારે ભીડ
દિલ્હીની ITC મૌર્યા હોટલની બહાર ક્રિકેટ પ્રેમીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો પોતાની મનપસંદ ટીમની ઝલક મેળવવા માટે ઉત્સાહિત છે. આ દરમિયાન ક્રિકેટ ચાહકો ટીમ ઈન્ડિયાના સમર્થનમાં નારા પણ લગાવી રહ્યા છે.
ટીમ ઈન્ડિયાએ હોટલમાં ખાસ કેક કાપી
વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાનું આઈટીસી મૌર્ય ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેપ્ટન રોહિત શર્માએ ખાસ તૈયાર કરેલી કેક કાપી હતી. કોચ રાહુલ દ્રવિડ સાથે વિરાટ કોહલીએ પણ કેક કાપી ઉજવણીમાં ભાગ લીધો હતો.