પીએમ મોદીએ રાજાને ડેવિડિયા ઇન્વોલુક્રાટા ‘સોનોમા’ નું એક છોડ ભેટમાં આપ્યું, જેને સામાન્ય રીતે સોનોમા કબૂતર વૃક્ષ અથવા રૂમાલ વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે
ગઈકાલે બ્રિટનની મુલાકાત દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાહી પરિવારના વડા કીંગ ચાર્લ્સ સાથે મુલાકાત કરી હતી. શ્રી મોદી સેન્ડ્રીધમ હાઉસ પહોંચ્યા હતા. જયાં પ્રિન્સ ચાર્લ્સ અને શાહી કુટુંબે તેનુ સ્વાગત કર્યુ હતું. ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વ્યાપાર કરાર બાદ બ્રિટન પ્રવાસના અંતિમ તબકકામાં શ્રી મોદી બપોરે પ્રિન્સ ચાર્લ્સને મળવા પહોંચ્યા હતા.
- Advertisement -
તેમને પર્યાવરણ અભિયાન જે ભારતમાં ચાલી રહ્યું છે તેમાં ‘એક પેડ મા કે નામ’ હેઠળ એક ખાસ છોડની ભેટ આપી હતી અને આ છોડ ખાસ કરીને બ્રિટનમાં શિયાળાની મોસમમાં ઉગાડવામાં આવે છે. જેને સોનામાં ડવ ટ્રી અથવા તો હેન્ડકરચીફ ટ્રી તરીકે ઓળખવામાં આવે છે.
વડાપ્રધાને તેમને આ છોડ ખાસ વાવવા અપીલ કરી હતી. આ હેન્કર ચીપ ટ્રી એ ખાસ કરીને તેના ફુલો માટે પ્રખ્યાત છે. જેમાં બે કે ત્રણ વર્ષમાં જ અગણીત ફુલો આવવા લાગે છે અને તે ઉડતા કબુતર કે સફેદ રૂમાલ જેવા હોવાથી તેને હેન્કર ચીપ ટ્રી તરીકે ઓળખવામાં આવે છે.