સાયન્સ સિટીમાં એક્વાટિક અને રોબોટિક ગેલરી અને નેચર પાર્ક, ગાંધીનગર રેલવે સ્ટેશન તથા 5 સ્ટાર હોટલ ખૂલ્લી મૂકાશે
ગાંધીનગર-વારાણસી વચ્ચે સાપ્તાહિક દોડનારી સુપરફાસ્ટ-ટ્રેનનું પ્રસ્થાન કરાવશે
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે ગુજરાતમાં રહેશે. સાંજે ચાર વાગ્યે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે એક્વાટિક અને રોબોટિક ગેલરી તેમજ ગાંધીનગરમાં અપગ્રેડ કરવામાં આવેલું રેલવે સ્ટેશન તથા 5 સ્ટાર હોટલ તથા વડનગરના રેલવે સ્ટેશનનું પણ લોકાર્પણ કરશે.

- Advertisement -
સાયન્સ સિટીનાં જે ત્રણ પ્રકલ્પોનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરવાનાં છે, એ અજાયબીઓ વિશે જાણો
એક્વેટિક ગેલેરીમાં 188 પ્રજાતિની 11600થી વધુ માછલીઓ એક છત નીચે જોઈ શકાશે, 10 અલગ-અલગ ઝોનમાંથી લાવેલ જળચર સૃષ્ટિ જોવા મળશે : સ્કૂબા ડાઈવિંગ મુખ્ય આકર્ષણ

- Advertisement -

પ્રવેશદ્વાર પર ટ્રાન્સફોર્મર રોબોટની પ્રતિકૃતિનું નિદર્શન: 11 હજાર ચોરસ મીટર વિસ્તારમાં અત્યાધુનિક રોબોટિક ગેલેરીનું નિર્માણ, 79 પ્રકારના 200થી વધુ રોબોટ જોવા મળશે

20 એકરમાં પથરાયેલા નેચર પાર્કમાં 380થી વધુ સ્પીસિસ જોવા મળશે: મિસ્ટ બામ્બૂ ટનલ, ઓક્સિજનપાર્ક, ચેસ અને યોગ સ્પેસ, ઓપન જીમ, અને બાળકો માટે ખાસ પ્લે એરિયા તૈયાર કરાયો



