ગુજરાત પર થશે ‘ધનવર્ષા’
બપોરે ગ્લોબલ ટ્રેડ શૉનું ઉદ્દઘાટન: સાંજે રોડ શૉ
- Advertisement -
સાંજે UAEના રાષ્ટ્રપતિનું આગમન: અમદાવાદ એરપોર્ટથી રોડ શૉનું આયોજન: રાત્રે ડિનર ડિપ્લોમસી
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત સરકાર દ્વારા આયોજીત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ બિજનેસ સમિટ 2024 શરૂ થવા આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. 10 થી 12 દરમ્યાન ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાનારા સમિટમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી ઉપરાંત દેશ – વિદેશથી મહેમાનો -ઉદ્યોગપતિઓનું આગમન શરૂ થયુ છે સમિટ પૂર્વે આજે બપોરે ‘ગ્લોબલ ટ્રેડ’ શોનું ઉદઘાટન પીએમના હસ્તે થશે. આ પહેલા આજે સવારે વડાપ્રધાન મોદીએ ગ્લોબલ નેતાઓ સાથે મુલાકાતોનો દોર શરૂ કર્યો છે. સાંજે યુએઇના પ્રેસીડેન્ટ સાથે રોડ-શોનું આયોજન થયુ છે. આ સમિટને લઇને પીએમ ત્રણ દિવસ ગુજરાતમાં મુકામ કરશે.
વડાપ્રધાન મોદી આજે સવારે 9:30 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વૈશ્ર્વિક નેતાઓને મળવાનું શરુ કર્યું છે. પીએમ મોદી ગાંધીનગર મહાત્મા મંદિર હાજરી આપી છે. તેઓ વિશ્ર્વના નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે ટોચની વૈશ્ર્વિક કંપનીઓનાં સીઇઓ સાથે પણ બેઠક યોજશે. પીએમ મોદી સાથે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ પણ ત્યાં હાજર રહ્યા છે. નોંધનીય છે કે, સોમવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા મહાત્મા મંદિર અને હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અને ટ્રેડ શોની આખરી તૈયારીઓની સ્થળ પર જઇને સમીક્ષા કરવામાં આવી હતી. વડાપ્રધાન સહિતના મહેમાનોના સ્વાગત માટે ગુજરાતના પાટનગર ગાંધીનગરને દુલ્હનની જેમ સોળ શણગારથી સજાવવામાં આવ્યું છે. જેમાં કાર્યક્રમના મુખ્ય સ્થળ મહાત્મા મંદિર, દાંડી કુટીર, હોટલ લીલા, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગિફ્ટ સીટી, ગિફ્ટ સીટી સર્કલ, ચ-રોડ, ઘ-2 સર્કલ, રક્ષાશક્તિ ફ્લાયઓવર અને ઉદ્યોગ ભવન સહિત વિવિધ સરકારી કચેરીઓને રંગ-બેરંગી ‘મૂન લાઈટ’ અને વિવિધ થીમ આધારિત રોશની-લેઝર લાઈટથી શણગારવામાં આવી છે. ગાંધીનગરની રાત્રિના આ નયનરમ્ય નજારો નગરજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
બપોરે 3 કલાકે ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ધાટન કરશે. આ પછી તેઓ સાંજે 5.00 કલાકે અમદાવાદ એરપોર્ટ પર ઞઅઊના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદનું સ્વાગત કરશે. એરપોર્ટથી બંને નેતાઓ સાબરમતી આશ્રમ સુધી લગભગ 7 કિલોમીટર લાંબો રોડ શો કરશે. સાબરમતી આશ્રમમાં લગભગ 20 મિનિટ રોકાયા બાદ સાંજે 7 વાગ્યે બંને વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે.
વડાપ્રધાન મોદી બુધવારે સવારે 10 વાગ્યે મહાત્મા મંદિર ક્ધવેન્શન સેન્ટર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવળત્તિનું ઉદઘાાટન કરશે. આ પ્રસંગે તેઓ વિશ્ર્વભરમાંથી ગુજરાત પહોંચેલા ઉદ્યોગપતિઓ અને રોકાણકારોને સંબોધશે. આ દરમિયાન 4 રાષ્ટ્રાધ્યક્ષો સાથે 32 ભાગ લેનારા દેશોના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે.
- Advertisement -