રૂ.1.10 લાખના લીલા ગાંજા સાથે એક શખ્સની અટકાયત કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લા એસ.ઓ.જી ટીમના પીઆઇ બી.એસ.શિંગરખિયા, પી.એસ.આઇ એન.એ.રાયમા, અનીરુદ્ધસિહ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે ધજાળાના નવાગામની સીમ વિસ્તારમાં માલાભાઈ વજાભાઇ ડાભીની વાડીમાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડવાનું વાવેતર કરેલ હોય જે બાતમીના આધારે એસ.ઓ.જી સ્ટાફે દરોડો કરી લીલા ગાંજાના પાચ છોડ જેનો વજન 11.80 કિલોગ્રામ કિંમત રૂૂપિયા 1,10,800/- રૂપિયાનો ઝડપી પાડી માલભાઈ વાજાભાઈ ડાભીની અટકાયત કરી ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી