51 શક્તિપીઠના નામથી રાજકોટ મહાપાલિકા દ્વારા આજથી વૃક્ષારોપણનું વાવેતર કરી પદાધિકારીઓ-અધિકારીઓએ નવદુર્ગા માતાજીની ઉપાસના કરી
રેલનગર, રામવનના પાર્કિંગ પાસેની જગ્યામાં તથા ડ્રીમ સીટી પાસે, મવડી-કણકોટ રોડ અને ગાર્ડન પ્લોટ પાસે વૃક્ષારોપણ કરાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતમાં હાલ નવરાત્રીનાં પવિત્ર તહેવારોની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં મનપા તંત્ર દ્વારા રાજ્યમાં પ્રથમવાર અનોખી પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત નવરાત્રીની ઉજવણી અને પર્યાવરણનું સંરક્ષણ કરવા માટે 51 શક્તિપીઠનાં નામથી વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ‘એક પેડ માં કે નામ 2.0’ શીર્ષક હેઠળનું આ અભિયાન હેઠળ આજે સેન્ટ્રલ ઝોનમાં આવેલ ટી.પી.-23, એફ.પી.-7/એ (વન કવચ), સૂરાપૂરા દાદા મંદિર પાસે, સાધુ વાસવાણી કુંજ રોડ, રેલનગર ખાતે, ઇસ્ટ ઝોનમાં આવેલ રામવનના પાર્કિંગ પાસેની જગ્યામાં તથા વેસ્ટ ઝોનમાં આવેલ ડ્રીમ સીટી પાસે, મવડી-કણકોટ રોડ અને ગાર્ડન પ્લોટ પાસે વૃક્ષારોપણ કરાયું હતું. ઉપરોક્ત ત્રણેય ઝોન સહિત શહેરના 17 સ્થળોએ વૃક્ષારોપણ કરવામાં આવેલ. જેમાં, કુલ 8451 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતુ.
- Advertisement -
મહામાયા શક્તિપીઠ
કાત્યાયન શક્તિપીઠ
વિશાલક્ષી શક્તિપીઠ
લલિતા દેવી શક્તિપીઠ
રામગીરી શક્તિપીઠ
પંચ સમુદ્ર ઉત્તર શક્તિપીઠ
શ્રી શક્તિપીઠ
જ્વાલા દેવી શક્તિપીઠ
ત્રીપુરમાલિની શક્તિપીઠ
સાવિત્રી શક્તિપીઠ
પાટણ દ્વિ દેવી શક્તિપીઠ
મિથિલા શક્તિપીઠ
જનસ્થાન શક્તિપીઠ
અંબાજી શક્તિપીઠ
ગાયત્રી મણીબંધ શક્તિપીઠ
અંબિકા શક્તિપીઠ
સર્વશૈલા / રાકિની શક્તિપીઠ
ભ્રારામ્બા શક્તિપીઠ
ભગવતી અમ્માન મંદિર
સુચીન્દ્રમ શક્તિપીઠ
કામાક્ષી અમ્માન શક્તિપીઠ
માં ફૂલારા શક્તિપીઠ
બહુલા શક્તિપીઠ
મહાસુરમર્દિની શક્તિપીઠ
કાલીઘાટ શક્તિપીઠ
કંકલીતાલા શક્તિપીઠ
રત્નાવલી શક્તિપીઠ
ત્રીસ્ત્રોટા શક્તિપીઠ
નંદીપુર શક્તિપીઠ
ઉઝાની શક્તિપીઠ
ભાર્ગભીમા શક્તિપીઠ
કામાખ્યા દેવી શક્તિપીઠ
નર્તીઆંગ દુર્ગા શક્તિપીઠ
ત્રિપુરા સુંદરી શક્તિપીઠ
બિરાજા શક્તિપીઠ
વિમલા શક્તિપીઠ
જય દુર્ગા શક્તિપીઠ
ભૈરવ શક્તિ શક્તિપીઠ
કલામાધવ શક્તિપીઠ
નર્મદા શક્તિપીઠ
નાગપુષ્ની અમ્માન શક્તિપીઠ
ગંડકી ચંડી શક્તિપીઠ
ગુહ્યેશ્વરી શક્તિપીઠ
સુખા શક્તિપીઠ
શ્રી અપર્ણા શક્તિપીઠ
જેશોરેશ્વરી શક્તિપીઠ
ભવાનીપુર શક્તિપીઠ
મી લક્ષ્મી શક્તિપીઠ
મનસા શક્તિપીઠ
શિવહરકરાય શક્તિપીઠ
હિંગળાજ શક્તિપીઠ