ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળના એસ ટી રોડ સ્થિત લોહાણા બોર્ડિંગવાળી ગલીમાં વર્ષોથી આસપાસના લોકો ઠાલવી રહ્યા છે ત્યાં કચરો ભેગો કરવા માટે વાહન, સફાઈ અને આસપાસના લોકો ત્યાજ કચરો ફેકી દેતા હોવાને કારણે આ ગલીમાં વર્ષોથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. ક્યાક તંત્ર તો ક્યાક સ્થાનિકોની ભૂલ શહેરીજનો ભોગવી રહ્યા છે.ઉપરાંત ગાય સહિતના પશુઓ પણ આ કચરા માંથી પોતાનો ખોરાક શોધે છે અને ખાય છે. આ ગંભીર કચરાનો નિકાલ ક્યારે આવશે તે લોકોમાં એક સવાલ છે ?
વેરાવળની લોહાણા બોર્ડિંગ પાસે વર્ષોથી ગંદિકાના ઢગલા
