અલગ-અલગ 46 ટીમ દ્વારા રાધાક્રિષ્ના સોસાયટી, જડેશ્વર, રસુલપરા સહીત 15 વિસ્તારમાં વીજચોરી ઝડપવા કવાયત
ખાસ-ખબર સંવાદદાતા
નવા વર્ષની શરૂઆતથી વીજચોરી કરતા લોકો સામે દરોડા કામગીરી શરૂ કરવામાં આવી જે આજે બીજા સપ્તાહે પણ સતત યથાવત રાખવામાં આવી છે. જેમાં સતત બીજા દિવસે સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારથી ઙૠટઈકની કોર્પોરેટ ટીમ દ્વારા રાજકોટ સીટી સર્કલ ડિવિઝન હેઠળ તેમજ ભાવનગર અને ભુજ ડિવિઝન વિસ્તારમાં અલગ અલગ 114 ટીમ દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.
- Advertisement -
રાજકોટ ગ્રામ્ય બાદ શહેરી વિસ્તારમાં વીજ ચેકીંગ અંગે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આજે વહેલી સવારથી રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે ખોખળદળ, મવડી, વાવડી અને મોટામવા સબડિવિઝન હેઠળ આવતા વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી અલગ અલગ 46 ટીમ દ્વારા રાધાક્રિષ્ના સોસાયટી, જડેશ્વર, રસુલપરા, કણકોટરોડ સહીત 15 જેટલા વિસ્તારમાં વીજચોરી ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં 11 ઊંટના 4 ફીડરો આવરી લેવામાં આવ્યા છે.