પેટ્રોલ-ડીઝલના ભાવો છેલ્લા છ મહિનાથી સ્થિર રહેવાને કારણે પેટ્રોલીયમ કંપનીઓને જંગી નુકશાની થઇ રહી છે. કારણ કે વેચાણ ભાવ પડતર કિંમત કરતા નીચા છે.
ઇન્ડીયન ઓઇલ, ભારત પેટ્રોલીયમ તથા હિન્દુસ્તાન પેટ્રોલીયમને જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં 21270 કરોડની નુકશાની થઇ શકે છે. સતત બીજા ત્રિમાસિક ગાળામાં પેટ્રોલીયમ કંપનીઓને જંગી ખોટ થાય તેવું કદાચ પહેલી વખત બનશે.
- Advertisement -
આઈસીઆઈસીઆઈ સિક્યોરીટીઝના રિપોર્ટમાં જણાવાયા પ્રમાણે છ મહિનાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ બદલાવ ન થવાને કારણે કંપનીઓને નુકશાની વેઠવાનો વખત આવ્યો છે.એપ્રિલ-જૂનમાં ત્રણેક કંપનીઓને 18480 કરોડની ખોટ થઇ હતી.