વિશ્ર્વમાં અનામત જથ્થામાંથી 10 કરોડ બેરલ ક્રૂડ બજારમાં ઠલવાશે
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વિક્રમી સપાટીએ છે, જેને કારણે મોંઘવારીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ક્રૂડ ઓઈલના ઊંચા ભાવના કારણે વિશ્ર્વના મોટાભાગના દેશો પરેશાન છે ત્યારે અમેરિકાના સૂચન પછી ભારત, ચીન, જાપાન સહિતના અગ્રણી દેશો આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ નીચા લાવવા માટે ક્રૂડ ઓઈલના તેમના વ્યૂહાત્મક અનામત જથ્થામાંથી ક્રૂડ બજારમાં ઠાલવશે. આ પ્રક્રિયાના ભાગરૂપે કેન્દ્ર સરકારે સૌપ્રથમ વખત તેના અનામત જથ્થામાંથી 50 લાખ બેરલ ક્રૂડ રિલિઝ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ પગલાંથી આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે.