ખાસ-ખબર સંવાદદાતા
એક સપ્તાહમાં ઇંધણના ભાવમાં છઠ્ઠી વખત વધારો કરવામાં આવતા દેશના મોટા ભાગના શહેરોમાં પેટ્રોલનો ભાવ વધીને 100 રૂપિયાને પાર થયા છે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારાથી જનતા પરેશાન છે. આજે પેટ્રોલના ભાવમાં 29 પૈસા અને ડીઝલના ભાવમાં 38 પૈસાનો વધારો થયો છે. ભાવનગરમાં પેટ્રોલ અને ડીઝલ બંન્નેના 100ને પાર થયા છે. ભાવનગરમાં પેટ્રોલનો ભાવ 101 રૂપિયા 44 પૈસા છે. તો ડીઝલનો ભાવ 100 રૂપિયા 20 પૈસા છે. તો અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 99 રૂપિયા 71 પૈસા છે. તો ડીઝલનો ભાવ 98 રૂપિયા 49 પૈસા છે. રાજકોટમાં પેટ્રોલનો ભાવ 99 રૂપિયા 47 પૈસા અને ડીઝલનો ભાવ 98 રૂપિયા 27 પૈસા છે.