વીજળીમાં કાપ, પાણીની અછતને લઈ ઘણાં શહેરોમાં વિરોધપ્રદર્શન, તમામ વિપક્ષીઓને જેલમાં ધકેલ્યા
ખાસ-ખબર સંવાદદાતા
રશિયાના હુમલાના નવ મહિના પછી, યુક્રેનની સ્થિતિ ગંભીર છે. વીજળી કાપ, પાણીની અછત વચ્ચે કડકડતી ઠંડી પડી રહી છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સામે પ્રથમ વખત જાહેર જનતાએ અવાજ ઉઠાવ્યો છે. કિવ સહિત વિનિતસિયા, માઇકોલોવ અને ઓડોસા શહેરોમાં દેખાવો થયા. અહીં માર્શલ લો લાગુ કરવામાં આવ્યો હતો. જેનો ઝેલેન્સકી પણ પોતાના હિતમાં રાજકીય લાભ લઈ રહ્યા છે. વિક્ટર મેદવેચુક સહિત લગભગ તમામ વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. જોકે, પછી મેદવેચુક જેલમાંથી ભાગી ગયો હતો. ઝેલેન્સકીએ 11 મુખ્ય વિપક્ષી દળોની માન્યતા હટાવી દીધી છે. તેમાં વિપક્ષ પાર્ટી ફોર લાઇફ પાર્ટી (ઋકઙ)નો સમાવેશ થાય છે. સંસદમાં ઋકઙ સૌથી મોટો વિરોધ પક્ષ હતો. વિરોધ પક્ષોની માન્યતા સમાપ્ત કરતી વખતે ઝેલેન્સકીએ આરોપ લગાવ્યો કે આ પક્ષો રશિયાના તરફેણમાં છે.
- Advertisement -
યુદ્ધ પહેલા ઝેલેન્સકીની લોકપ્રિયતા ઘટી રહી હતી. તેમની પાર્ટી સર્વન્ટ ઓફ ધ પીપલના નેતાઓ સત્તા ગુમાવી રહ્યા હતા. હવે જો યુદ્ધ આગળ વધે તો 2024ની પ્રસ્તાવિત ચૂંટણીમાં ઝેલેન્સકીને ફાયદો થવાની શક્યતા છે. યુદ્ધ પહેલા ઝેલેન્સકીની લોકપ્રિયતા ઘટી રહી હતી. તેમની પાર્ટી સર્વન્ટ ઓફ ધ પીપલના નેતાઓ સત્તા ગુમાવી રહ્યા હતા. હવે જો યુદ્ધ આગળ વધે તો 2024ની પ્રસ્તાવિત ચૂંટણીમાં ઝેલેન્સકીને ફાયદો થવાની શક્યતા છે.
તમામ પ્રાઇવેટ ટેલિવિઝન ચેનલ પર સરકાર હસ્તક
ઝેલેન્સકીએ તમામ પ્રાઇવેટ ટેલિવિઝન ચેનલોનું રાષ્ટ્રીયકરણ કર્યું છે. તેને ઇન્ટિગ્રેટેડ ઇન્ફોર્મેશન પોલિસીનું નામ આપવામાં આવ્યું છે. ચેનલ પર બ્રોડકાસ્ટ થતા કાર્યક્રમોના ક્ધટેન્ટવને પહેલા સિક્યોરિટી સર્વિસ ઓફ યુક્રેન (જઇઞ) દ્વારા પાસ કરવી પડશે. હવે ઝેલેન્સકી કે સરકાર વિરુદ્ધ યુદ્ધના ફૂટેજ પોસ્ટ કરી શકાશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર અમેરિકન ઈઈંઅ પણ બ્રોડકાસ્ટિંગ પર નજર રાખે છે.