ખાસ-ખબર સંવાદદાતા
થોડા દિવસ પહેલા સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં એક પાણીની ટેક્સમો મોટર ચોરાઈ ગયા ની ફરિયાદ થઈ હતી. તા.24/12/2022ના બપોરના ત્રણેક વાગ્યાના અરશામાં સુત્રાપાડા લીલાશાહ નગરમાં કોઇ અજાણ્યા વ્યક્તિએ ફરીયાદીના ઘરની પાછળના ભાગે આવેલ બગીચાના વંડામાં પ્રવેશ કરી માલીકીની ટેકસમો કંપની ઇલેક્ટ્રીક મોટર કિ.રૂા.7,000ની ચોરી કરી હતી. ચોરીનાં આરોપી અને મુદામાલ શોધી કાઢવા માટે પોલીસ પેટ્રોલીંગમાં હોઈ તે દરમિયાન પોલીસને બાતમી મળેલ કે સુત્રાપાડા લીલાશાહ નગરમાં થયેલ મોટર ચોરીના મુદામાલ સાથે એક ઇસમ વડોદરા ઝાલા ગામના રસ્તા તરફથી સુત્રાપાડા બસ સ્ટેન્ડ તરફ આવે છે તેવી બાતમી મળતા મામલતદાર કચેરી ખાતે વોચમાં રહેલ આ દરમ્યાન એક આરોપી રેકડી લઇ આવતો હોય જેથી તેને ઉભો રાખી રેકડીમાં જોતા એક ઇલેકટ્રીક મોટર રાખેલ હોય જે બાબતે પોલીસે પૂછપરછ કરતાં પોતાએ મોટર ચોરી કર્યાની કબુલાત કરી હતી. પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
સુત્રાપાડામાં પાણીની મોટર ચોરીનાર શખ્સો ઝડપાયા
