ઑનલાઇન પેમેન્ટ કરનાર માટે RBIનો નવો નિયમ
કાર્ડ ટોકનાઇઝ કરવા માટે કોઈ સર્વિસ ચાર્જ લેવામાં આવશે નહીં, તે સંપૂર્ણપણે મફત હશે
- Advertisement -
ટોકન ક્યાં માન્ય રહેશે
એક ટોકન એક કાર્ડ અને એક વેપારી માટે જ માન્ય છે. જો તમે તમારા ક્રેડિટ કાર્ડને એક ઈ-કોમર્સ સાઈટ માટે ટોકનાઇઝ કરો છો, તો તે જ કાર્ડની બીજી સાઈટ પર અલગ ટોકન હશે. આ છેતરપિંડી અટકાવવા માટે છે.
1લી જુલાઇથી RBIનો નવો નિયમ લાગુ થશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વેપારીની વેબસાઈટ પર ઓનલાઈન પેમેન્ટ કરવા માટે કાર્ડને ટોકનાઈઝ કરવાનો આદેશ જારી કર્યો છે. જઇઈંનો આ નવો નિયમ 1 જુલાઈ, 2022થી દેશભરમાં લાગુ કરવામાં આવશે. મતલબ કે જો તમે ઈ-કોમર્સ પોર્ટલ પર શોપિંગ કરો છો, તો તમારે કાર્ડ ટોકનાઇઝ કરવું જરૂરી છે. પરંતુ સવાલ એ થાય છે કે છઇઈં દ્વારા કાર્ડને ટોકનાઇઝ કરવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો?
ટોકનાઇઝેશન શું છે?
ટોકનાઇઝેશન એ ટોકન તરીકે ઓળખાતા વૈકલ્પિક કોડ સાથે ક્રેડિટ અને ડેબિટ કાર્ડની વિગતોને બદલવાનો સંદર્ભ આપે છે. આ વ્યવસ્થા હેઠળ, ઓનલાઈન વેપારીઓએ હવે તેમના ગ્રાહકોના કાર્ડ તેમના પ્લેટફોર્મ પર સ્ટોર કરવા માટે કાર્ડ ડેટાને બદલે ટોકન નંબરનો ઉપયોગ કરવો પડશે.
- Advertisement -
ફાયદા શું છે?
કાર્ડની માહિતી શેર કરવાથી છેતરપિંડીની શક્યતા વધુ બને છે. આવી સ્થિતિમાં, છેતરપિંડીની ઘટનાઓને રોકવા માટે, આરબીઆઈએ વેપારીઓને ઓનલાઈન પેમેન્ટ માટે ખાસ કોડ સ્ટોર કરવાનો નિર્દેશ આપ્યો છે, જે તમારો અસલ કાર્ડ નંબર નહીં હોય.