મહિસાસુર રાક્ષસનો વધનું નાટયાત્મક નિરૂપણ કરવામાં આવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
વંથલીનાં શાપુર(સોરઠ) ખાતે જય અંબે ગરબી મંડળ ખાતે જૂનાગઢ શિવ ગૃપના બાળકો અને બાળાઓ દવા દ્વારા સ્કેટીંગ રાસ ગરબા રજૂ કરાયા હતા. આ રાસ જોઈ ગરબી જોવા આવેલા લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા.જેમાં સ્કેટીંગ પર રાસ રમતા રમતા માતાજી બનેલ બાળાએ મહિસાસુર રાક્ષસનો વધ કર્યો હતો.આ આબેહૂબ દ્રશ્યો જોઈ હાજર લોકો બાળકોની કલા પર આફરીન પોકારી ગયા હતા.આ અંગે બાળકોના સ્કેટીંગ કોચ કિર્તીબેન ધાનાણીએ જણાવ્યું હતું કે,જૂનાગઢના શિવ ગૃપ દ્વારા જૂનાગઢ ઉપરાંત બીજા શહેરોમાં રાસ રમવા જાય છે. આ બાળકો મુંબઇ સ્કેટીંગ ડાન્સમાં પ્રથમ ક્રમે આવેલ છે. તેમજ સતત 6.30 કલાક સ્કેટીંગ કરી ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં પણ નામ મેળવી જૂનાગઢનું નામ રોશન કર્યું છે.