દેશમાં નોન-વેજ ખાનારા લોકોની સંખ્યા વધુ
ગુજરાતનું પાલિતાણા વિશ્ર્વનું સૌથી પહેલું શાકાહારી શહેર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.18
ભારત એક એવો દેશ છે, જેમાં ઘણા ધર્મ અને જાતિના લોકો રહે છે. આવા ભારતીયો ખાન-પાનની રીત પણ અલગ છે. જે દરેક રાજ્યમાં જુદી-જુદી નજરે પડે છે. સોશિયલ મીડિયામાં ભારતમાં ખાન-પાનને લઈ ચર્ચા થતી રહે છે. ભારતના એક પ્રદેશના લોકો સૌથી વધુ માંસાહારી છે જ્યારે એક પ્રદેશના લોકો સૌથી વધુ શાકાહારી ખાવાનું પસંદ કરે છે. જો કે બાબત પણ સૌનું ધ્યાન અચૂક ખેંચતી હોય છે અને દેશ-વિદેશમાં આની નોંધ લેવાતી હોય છે. જો કે દેશમાં નોનવેજ ખાનારા લોકોની સંખ્યા વધુ છે. આવી સ્થિતિમાં, શું તમે જાણો છો કે દેશના કયા રાજ્યમાં માંસાહારી ખોરાક સૌથી ઓછો ખવાય છે? તમને જણાવી દઈએ કે દેશમાં સૌથી વધુ શાકાહારી લોકો ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં છે. આ રાજ્યોમાંથી એક એવું રાજ્ય છે જ્યાં સૌથી વધુ શાકાહારી લોકો રહે છે. તો અમે વાત કરી રહ્યા છીએ હરિયાણાની. અહીં 80 ટકા મહિલાઓ અને 56 ટકા પુરુષોએ ક્યારેય માંસ ખાધું નથી. રાજસ્થાન બીજું રાજ્ય છે જ્યાં સૌથી ઓછી સંખ્યામાં માંસાહારી લોકો રહે છે. અહીં 75 ટકા મહિલાઓ અને 63 ટકા પુરૂષો માંસાહારી છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં માંસ ખાનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. એક સર્વેમાં આ વાત સામે આવી છે.
ગુજરાતનાં પાલીતાણા શહેરમાં જૈન મંદિરોની સંખ્યા ઘણી છે. વર્ષ 2014માંઆ 200થી વધારે જૈન મુનિ અને સંતોએ હન્ગર સ્ટ્રાઈક કરી હતી. તેમણે સરકાર પાસે માંગ કરી હતી કે પ્રાણીઓને મારવા પર રોક લગાવવામાં આવે અને વહેલી તકે સ્લોટર હાઉસ પર બેન લગાવવામાં આવે. આ સ્ટ્રાઈકને જોઈને સરકારે પણ ઝૂકવું પડ્યું. તમને જણાવી દઈએ કે આ શહેર ગુજરાતનાં ભાવનગર જિલ્લામાં સ્થિત છે. અહીં શત્રુજયની પહાડીઓ છે. આ શહેરમાં લગભગ 1000થી વધારે મંદિર છે. અહીં જૈન ધર્મમાં માનનારા લોકોની સંખ્યા વધારે છે. આવામાં ઘણા લાંબા સમયથી જૈન મુનિઓની માંગ હતી, આ શહેરમાં માંસને સંપૂર્ણ રીતે બેન કરી દેવામાં આવે. સરકારે જૈન અનુયાયીઓની વાત માની લીધી. આ સાથે જ કડક નિયમ બનાવવામાં આવ્યો અને લોકોને ચેતવણી આપવામાં આવી કે આ પ્રકારની ગતિવિધિઓમાં જો કોઈ પકડાયું તો કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ પાલીતાણા વિશ્વનું પહેલું શાકાહારી શહેર બની ગયું છે. એવી માન્યતા છેએ કે ઋષિ મુનિઓને મોક્ષની પ્રાપ્તિ અહીં જ થઈ હતી અને એટલા માટે પાલીતાણાને જૈન અનુયાયીઓ માટે સૌથી પવિત્ર શહેરના ઉપમા જોવામાં આવે છે.
લક્ષદ્વિપ ટાપુના લોકો સૌથી વધુ માંસાહારી
નેશનલ ફેમિલી હેલ્થ (એનએફએચ) સર્વેના એક રિપોર્ટ અનુસાર દેશમાં માંસાહારીઓની સંખ્યામાં વધારો થઇ રહયો છે. ડેટા અનુસાર હિંદુ, મુસ્લિમથી માંડીને તમામ ધર્મમાં નોનવેજ ખાનારાની સંખ્યા વધી છે. એનએફએચના આંકડા અનુસાર 15 થી 49 વય જુથના 78.4 ટકા પુરુષો અને 70 ટકા મહિલાઓ કહયું હતું કે તે રોજ, અઠવાડિયે અથવા તો પ્રસંગોપાત માંસ ખાય છે. 2019 થી 21 સુધીના ડેટા મુજબ નોનવેજનું પ્રમાણ વધતું જાય છે. નેશનલ ફેમિલી હેલ્થના ચોથા અને પાંચમા સર્વે મુજબ જેને કયારેય માંસને હાથ પણ ના લગાડયો હોય તેવા લોકોની સંખ્યા ઘટતી જાય છે. આંકડા અનુસાર સૌથી વધુ માંસાહારી નાગરિકો કેન્દ્રશાસિત લક્ષદ્રીપ ટાપુના લોકો છે. લક્ષદ્રીપમાં 98.4 ટકા લોકો માંસ ખાય છે. માંસાહારીઓ રાજયની યાદીમાં સૌથી ઓછો માંસાહાર ધરાવતા રાજયોમં રાજસ્થાનનો સમાવેશ થાય છે. રાજસ્થાનમાં 14.1 ટકા જેટલા પુરુષો જ માંસાહારી છે. એમાં પણ રોજ માંસાહાર કરતા હોય તેવાની સંખ્યા ઓછી છે.