ફ્રૂટ ટીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને ચા પ્રેમીઓ ચોક્કસપણે ગુસ્સે થઈ જશે.
સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થશે તે કહી શકાય નહીં. કેટલાક વીડિયો ફની હોય છે. પરંતુ કેટલાક વીડિયો જોયા પછી મગજ ચકરાવે ચઢી જાય છે અને મૂડ પણ બગડી જાય છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમને ગુસ્સો પણ આવી શકે છે.
- Advertisement -
તમે હંમેશા સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સને હંમેશા કંઈક નવું કરતા જોયા હશે. આ લોકો ખાવા-પીવાને નવો લુક આપવાનો પ્રયાસ કરે છે અને ક્યારેક એક્સપેરિમેન્ટ સારો હોય છે તો ક્યારેક એક્સપેરિમેન્ટ ખરાબ રીતે ઉંધો પડી જાય છે.
View this post on Instagram- Advertisement -
શખ્સે આ શું બનાવી દીધુ?
હાલમાં જ એક વીડિયો વાઈરલ થયો છે. જેને જોઈને તમે ચોક્કસ ગુસ્સે થઈ જશો. એક માણસે ચામાં એક એક્સપેરિમેન્ટ કરી રહ્યો છે. તેણે ચા બનાવ્યા બાદ તેમાં કેળા અને સફરજન નાખ્યા. આ વીડિયો જોઈને ચા પ્રેમીઓ ગુસ્સે થાય તે પાક્કુ છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતા લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ચામાં નાખ્યા કેળા, સફરજન, ચીકુ
આ વ્યક્તિ ચામાં ખાંડ, કેળા અને ચીકુ નાખે છે. આ સાથે આ વ્યક્તિ ચામાં આદુને બદલે સફરજન છીણીને નાખે છે. રિપોર્ટ અનુસાર ગુજરાતના સુરતમાં આ ચાનો સ્ટોલ આવેલો છે. આ વીડિયો jaipurfoodieboy દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. 18 જુલાઈના રોજ શેર કરવામાં આવેલો આ વીડિયો અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે. વીડિયોને 22 હજારથી વધુ યુઝર્સે લાઈક કર્યો છે.