બેન્કોની ક્રેડીટ ગ્રોથમાં ઘટાડો યથાવત
સીએએસએ ડિપોઝીટ ગ્રોથને ટર્મ ડિપોઝીટે પાછળ છોડયું
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
લોન આપનારા ઈન્સ્ટિટયુશન દ્વારા પોતાના ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતી અત્યધિક વ્યાજ દરોના કારણે ક્રેડીટની ઈન્ક્રીમેન્ટલ ગ્રોથમાં ઘટાડો થયો છે. વધુ રિટર્નની ઈચ્છામાં ગ્રાહક ટર્મ ડિપોઝીટમાં વધુ પૈસા લગાવી રહ્યા છે. એસબીઆઈ રિસર્ચ રિપોર્ટ અનુસાર ડિપોઝીટ ક્રેડીટની તુલનામાં વધુ ઝડપથી વધી રહી છે. એસબીઆઈ રિસર્ચ અનુસાર ચાલુ વર્ષ દરમિયાન (15 નવેમ્બર 2024 સુધી) એએસસીબીએસનું ઈન્ક્રીમેન્ટલ ક્રેડીટ 9.3 લાખ કરોડ રૂપિયા (વાયટીડી 5.3 ટકા) અને ડિપોઝીટ 13.7 લાખ કરોડ રૂપિયા (વાયડીટી 6.7 ટકા) થઈ ગયા છે.જયારે ગત વર્ષે ગ્રોથ 19.4 લાખ કરોડ રૂપિયા (વાયટીડી 14.2 ટકા) અને 16.0 લાખ કરોડ રૂપિયા (વાયટીડી 8.9 ટકા) હતી. ગ્રાફથી ખ્યાલ આવે છે કે ક્રેડીટ ગ્રોથમાં ઘટાડો થઈ રહ્યો છે કારણ કે મોમેન્ટસ નેગેટિવ થઈ ગઈ છે, જયારે અનુકુળ બેઝ ઈફેકટ પણ ઓછી થઈ રહી છે. ગ્રોથના ટ્રેન્ડને જોઈને ડિપોઝીટ અને ક્રેડીટ બન્ને નાણાકીય વર્ષ 2025 દરમિયાન 11-12 ટકાની સીમામાં વધી શકે છે.
બેંકોમાં ડિપોઝીટ પર મળી રહેલા આકર્ષક રિટર્નને લઈને ગ્રાહક ટર્મ ડિપોઝીટમાં વધુ પૈસા લગાવી રહ્યા છે. જેનું કારણ એ છે કે દર જમા ખાતા પર બાકી રકમ સપ્ટેમ્બર 2024માં વાર્ષિક આધાર પર 7014 રૂપિયા વધીને 91472 રૂપિયા થઈ ગઈ છે. કારણ કે ગ્રાહકોએ બચત જમા ખાતાની તુલનામાં વધુ ફાયદા વાળી ટર્મ ડિપોઝીટ કે ફિકસ્ડ જમામાં વધુ રોકડનું રોકાણ કયુર્ં. ટર્મ ડિપોઝીટે સીએએસએ ડિપોઝીટ ગ્રોથને પાછળ રાખી દીધુ.