ખાસ-ખબર સંવાદદાતા
NSO કંપનીના હેકિંગ ટૂલને લઇ થયેલ વિવાદ પછી ઈઝરાઈલે પોતાની સાઇબર નિકાસ નીતિમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. હવે ઈઝરાઈલે સાઇબર ટેક્નોલોજી ખરીદવાની મંજૂરી પ્રાપ્ત દેશોની સૂચિમાંથી ઘટાડો કર્યો છે. આ વાતની જાણકારી ઈઝરાઈલ અખબારે ગુરુવારે આપી છે. NSO વિરુદ્ધ એપ્પલ સહીત મોટી ટેક કંપનીઓએ કેસ દાખલ કર્યો છે. સાથે જ ગજઘ પર પોતાના ગ્રાહકોના ડેટા પણ જોખમમાં નાખવાનો આરોપ લગાવ્યો છે. ઈઝરાયેલના એક અખબાર માં જણાવ્યું હતું કે ઈઝરાયેલ સાયબરટેકની આયાત કરતા દેશોની સંખ્યા 102 થી ઘટીને માત્ર 37 થઈ ગઈ છે. અહેવાલ છે કે મેક્સિકો, મોરોક્કો, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાતમાં ટેક્નોલોજી ખરીદવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ બાબતે ઈઝરાયેલના સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે જો નિકાસ લાયસન્સમાં નોંધાયેલી ઉપયોગની શરતોનું ઉલ્લંઘન થયું હોય તો તેઓએ ‘યોગ્ય પગલાં’ લીધા છે.
નવા નવા ન્યૂઝના વિડિઓ અને સમાચાર મેળવવા અમારા ઓફિશ્યિલ ખાસ-ખબર Facebook પેજને લાઈક, ફોલ્લૉ અને શેર કરો.
- Advertisement -
FACEBOOK – https://www.facebook.com/rajkotkhaaskhabar/?ref=pages_you_manage