પરિક્રમા પહેલા પેવર રોડ બનાવવાની કામગીરી પુરજોશમાં
ખાસ-ખબર સંવાદદાતા
ગિરનારની લીલી પરિક્રમાને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.ત્યારે જૂનાગઢ મહાનગર પાલીકા દ્વાર ભવનાથ જવાનાં મુખ્ય માંર્ગને પેવરથી મઢવામાં આવી રહ્યો છે. મુખ્ય માર્ગની પુરજોશમાં કામગીરી ચાલી રહી છે.
જૂનાગઢમાં ચોમાસા દરમિયાન મોટાભાગનાં રસ્તા તુટી ગયા હતાં. તેમજ ભુગર્ભ ગટરની કામગીરીનાં કારણે પણ રસ્તા તુટી ગયા હતાં. ભવનાથ જવાનો મુખ્ય માર્ગ પણ તુટી ગયા હતો. તેમજ ગિરનારની લીલી પરિક્રમા યોજનાર હોય તેની તૈયારીઓ પણ ચાલી રહી છે. પરિક્રમામાં આવતા લાખો યાત્રાળુઓને કોઇ મુશ્કેલી ન પડે તે માટે રસ્તાની મરામત શરૂ છે. જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા ભવાનથ જવાનાં માર્ગને પેવરથી મઢવામાં આવી રહ્યો છે. પેવર રોડની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
- Advertisement -