રોપ- વે થી માતાજીના દર્શન માટે 2 કલાક લાઈનમાં ઊભા રહ્યા બાદ આવે છે નંબર
પ્રવાસીઓનો ભારે ભીડને પગલે કોરોનાની ગાઈડ લાઈનની સોશિયલ ડિસ્ટન્સનો અભાવ
કોરોના અનલોક થતાં જ પાવાગઢ પ્રવાસીઓથી ઉભરાયું હતું. અને વાહનોના ખડકલા દેખાતા હતા. આ વાહનોની 5 કિમી લાંબી લાઈનો લાગતા ઠેરઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
કોરોના મહામારી વચ્ચે ઉભી થયેલી લોકડાઉનની પરિસ્થિતિ બાદ રાજ્યમાં અનલોક થતા પાવાગઢ ખાતે શનિ રવિવારના વિકેન્ડમાં પ્રવાસીઓનું કીડીયારું ઉમટી પડતા નાની મોટી હોટલો હાઉસફુલ હતી. તાજેતરમાં થયેલ વરસાદને પગલે ચારેતરફ ડુંગરો હરિયાળીથી છવાય જતા દિવસભર ગાઢ ધૂમમ્સ શહેરીજનોને આકર્ષી રહ્યા હતા.
- Advertisement -
રવિવારે પણ સમયાંતરે વરસાદે હાજરી પૂરતા પ્રવાસીઓનો આનંદ બેવડાયો હતો.પ્રવાસીઓનો ભારે ભીડને પગલે કોરોનાની ગાઈડ લાઈનની સોશિયલ ડિસ્ટન્સનો અભાવ અને માસ્ક વગર સરેઆમ ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું.