વધુ રૂપિયા કમાવવાની લાલચે રાહદારીઓના જીવની પણ ચિંતા નથી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
રાજ્યમાં ઉતરાયણનો તહેવાર તમામ વર્ગના લોકો માટે ખાસ પર્વ માનવામાં આવે છે. ખાસ કરીને પતંગ રશિયાઓ તો ઉતરાયણ તહેવારના પંદર દિવસ પૂર્વેથી જ તૈયારીઓ કરતા નજરે પડે છે પરંતુ ઉતરાયણના તહેવાર દરમિયાન અનેક લોકોની જિંદગી પણ જોખમમાં મુકાય છે ખાસ કરીને વાહન લઈને નીકળતા રાહદારીઓને કોઈપણ સમયે માંજાની દોરી ગળામાં ફસાતા ઇજાઓ પામતા હોવાના ડર વર્ષે કિસ્સા પ્રકાશમાં આવે છે જેમાં સૌથી ઘાતક માંજો ચાઈનીઝ દોરીને માનવામાં આવે છે. જેના લીધે સરકાર દ્વારા આ ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂક્યો છે. પરંતુ રાજ્યમાં હજુય ક્યાંક ચાઈનીઝ દોરીનો વેચાણ પણ યથાવત જોવા મળે છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં દર ઉતરાયણ તહેવાર નિમિતે જિલ્લા કલેકટર ચાઇનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મૂકતું એક જાહેરનામું પ્રસિદ્ધ કરે છે જેને લઇ સ્થાનિક પોલીસ ચાઇનીઝ દોરી વેચાણ બંધ કરાવવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરે છે
- Advertisement -
છતાં પણ જોઈએ તેટલી ચાઇનીઝ દોરી બજારમાં ક્યાંક છાણ ખૂણે વેચાણ થતી હોય છે. સુરેન્દ્રનગર જિલ્લાનું પાટડી ચાઇનીઝ દોરીનું મુખ્ય પિઠુ માનવામાં આવે છે પાટડીના સિઝન સ્ટોર વેપારીઓ દર વર્ષે હજારો રીલ ચાઇનીઝ દોરી ખાનગી રીતે મંગાવી વેચાણ પણ કરતા હોય છે સુરેન્દ્રનગર જિલ્લાના વેપારીઓ પાટડી ખાતે આ ચાઇનીઝ દોરી વેચાણ કરતા વેપારીઓને જરૂર મુજબ ઓર્ડર આપે છે અને પાટડીના વેપારી રાત્રીના અંધારા ચાઈનીઝ દોરીની ડિલિવરી આપતા હોય છે. પ્રતિબંધ છતાં ચાઇનીઝ દોરીના માંગ ખુબજ છે કારણ કે એની દોરીના સામે ચાઈનીઝ દોરી ઝડપથી કપાઈ જતી નથી. જ્યારે વેપારીઓ પણ વધુ નફો મેળવવાની લ્હાયમાં ચાઇનીઝ દોરીનું છાના ખૂણે વેચાણ કરતા નજરે પડે છે.
પ્રતિબંધ છતાં ચાઇનીઝ દોરીનું વેચાણ
ચાઈનીઝ દોરીની એક રીલ હોલસેલ વેલાયરીને માત્ર 80 થી 100 રૂપિયામાં ખરીદે છે જે નાના વેપારીઓને 150થી 200 રૂપિયામાં આપે છે જ્યારે નાના વેપારીઓ ગ્રાહકોને 300થી 400 રૂપિયામાં વેચાણ કરે છે જેથી વધુ નફો કમાવવાની લાલચમાં વેપારીઓ ચાઇનીઝ દોરીનું વેચાણ કરે છે.