ઉદ્યોગો દ્વારા ગંદુ પાણી, ધુમાડો અને કચરાનો યોગ્ય નિકાલ નહીં કરતા આરોગ્ય સામે જોખમ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.31
દેશમાં વધુ પ્રોડક્ટ થકી વડા પ્રધાન દ્વારા સ્વદેશી અપનાવવા માટે ઉદ્યોગો સ્થપાય છે. વિકાસની સાથે રોજગારી પણ મળી રહે તે માટે રાજ્ય સરકાર પણ ઉદ્યોગોને પ્રોત્સાહન પૂરું પાડવા જુદા જુદા ઉદ્યોગોને સબસિડી સાથેની લોન પૂરી પડી રહી છે. પરંતુ વિકસિત ભારત માટે વિકસતા ઉદ્યોગો વચ્ચે લોકોના આરોગ્ય સામે ખતરો પણ ઊભો થઈ રહ્યો છે. જેમાં કેટલાક ઉદ્યોગો દ્વારા ઉત્પાદનની સાથે ગંદુ પ્રવાહી, કચરો અને ધુમાડાના યોગ્ય નિકાલ નહી થતાં હવા, પાણી થતાં વાતાવરણ પ્રદૂષિત થતું પણ નજરે પડે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષો પૂર્વ કોઈ મહત્વના ઉદ્યોગ નહિ હોવાને લીધે અહીંની જિલ્લામાં રહેતા રહીશો ધંધા રોજગાર અર્થે રાજકોટ, મોરબી, અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં વસવાટ કરવા લાગ્યા હતા પરંતુ ધીરે ધીરે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ઉદ્યોગો વિકસતા ગયા જેના લીધે અહીંના સ્થાનિકોને રોજગાર અર્થે અન્ય જિલ્લાઓમાં ભટકવાની માથાકુટ થી છુટકારો પણ મળ્યો છે. પરંતુ જેમ જેમ જિલ્લામાં ઉદ્યોગો વધતા ગયા તેમ અહીંનું વાતાવરણ પ્રદૂષિત થતું ગયું છે. મોટાભાગે સુરેન્દ્રનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો અહી પેપર મિલો, બાયોકોલ, ઠંડા પીણા અને પાણીના એકમો, પ્લાયવુડ બનાવતી ફેક્ટરી, એરંડાનું તેલ કાઢતા કારખાના સહિતના ઉદ્યોગો એક સમય માટે આર્થિક પછાત સુરેન્દ્રનગર જિલ્લાના નવી ક્રાંતિ સ્થાપી છે પરંતુ આ પ્રકારના ઉદ્યોગોની સ્થાપના થતાં જ જેમ બેરોજગારી ઘટી છે તેની સામે પ્રદૂષણ પણ વધ્યું છે.
- Advertisement -
આ તમામ ઉદ્યોગોમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સમયાંતરે ચકાસણી કરી જરૂર પડ્યે પ્રદૂષણને નિયંત્રણ કરવું પણ જરૂરી છે. કેટલાક એકમો ગંદુ પાણી, કચરો અને ધુમાડાના કોઈ યોગ્ય નિકાલ નહી કરતા અંતે હવા, પાણી અને વાતાવરણ પ્રદૂષિત થાય છે જેની સુધી અશર અહીંના માનવ જીવન પર પડે છે. પાણીનું પ્રદૂષણ કરતા ઉદ્યોગો દ્વારા અંદર ગ્રાઉન્ડ પાઇપલાઇન થકી ગંદા પાણીને પાસેથી નીકળતી કોઈ નદી, ઝરણું અથવા તળાવમાં ઠાલવી દેવાય છે જેના લીધે પાણીનો કુદરતી સ્ત્રોત પણ દૂષિત થઈ જાય છે જ્યારે સામાન્ય લોકો આ પ્રકારના પાણીનો ઉપયોગ કરે છે ત્યારે તેઓને ચામડીના રોગથી પીડાવું પડે છે આ પ્રકારે કેટલાક ઉદ્યોગોમાંથી કચરો અને ધુમાડો પણ જાહેરમાં ઠલવાય છે.
જેના લીધે હવા પ્રદૂષિત થાય છે અને લોકોને માંડ ઝહેરની માફક શરીરમાં પ્રવેશી શારીરિક બીમારીનો ભોગ બનવું પડે છે. જ્યારે આ પ્રકારના પ્રદૂષણ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ વિભાગની દેખરેખ રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે જે દરેક જિલ્લાઓની માફક સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વિભાગીય કચેરી આવેલી છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નિષ્ક્રિયતાના લીધે વાતાવરણને પ્રદૂષિત કરનારા એકમો બેફામ બન્યા છે. આ પ્રકારના પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો નજીક રહેતા સ્થાનિક રહીશોને પ્રદુષણની મુશ્કેલીના લીધે અનેક વખત ૠઙઈઇ વિભાગને ફરિયાદો અને રજૂઆતો થાય છે પરંતુ ફરિયાદો બાદ અધિકારીઓ દ્વારા ઉદ્યોગોની મુલાકાત લઈ પ્રદૂષણ ફેલાવનાર એકમોના માલિકો અને સંચાલકો સાથે ચા – નાસ્તાની બેઠકો કરી વહીવટીયો ખેલ પડતાં ઉદ્યોગો નજીક રહેતા સ્થાનિકોના આરોગ્ય સામે વધુ જોખમ ઉભુ કરે છે. તેવામાં સદંતર નિષ્ક્રિયતાનો ભાગ ભજવતા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને લીધે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રદૂષણના લીધે ઘેર ઘેર મંદવાળ અને બીમારીના ખાટલા હોય તેવું દ્રશ્ય નિહાળવાનો દિવસ હવે વધુ દૂર નથી.
જીપીસીબીનાં અધિકારીઓ મોટાભાગે સમયાંતરે પોતાના વિસ્તારોમાં ઉદ્યોગોની તપાસ કરવાના બદલે માત્ર પોતાની એ.સી ઓફિસમાં જ મઝા કરતા હોય છે અને ક્યારેક વર્ષના અંતે કામગીરી દર્શાવી આવે તો કેટલાક ઉદ્યોગોને નોટિસ આપવાના નાટક રચીને કામગીરી દર્શાવે છે.