ટૂંક સમયમાં મેંગલોરથી ભારતીય જંગલી શ્વાનનું થશે આગમન
રાજકોટ મનપા દ્વારા પ્રદ્યુમન પાર્ક ખાતે આજરોજ કુલ રૂા. 15.46 લાખના ખર્ચે ખરીદ કરવામાં આવેલી બે બેટરી કારનું લોકાર્પણ અને રૂા. 57.23 લાખના ખર્ચે બનાવવામાં આવનાર વાઈલ્ડ ડોગ પીંજરાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
બેટરી કાર 11 સીટરની સુવિધા ધરાવતી, 110 કિલો લોડીંગ કેપેસિટી વધુમાં વધુ સ્પીડ 25 કી.મી. આ બે બેટરી કાર પ્રદ્યુમન પાર્કમાં મુલાકાતીઓની સુવિધા માટે મૂકવામાં આવી છે. જેમાં 6 સીટની બે, 11 સીટની 4 અને 14 સીટની 2 બેટરી કાર ઝૂમાં આવતાં લોકોની સુવિધા માટે મૂકવામાં આવી છે. વર્ષ 2021-22 દરમિયાન 5.63 લાખ જેટલા મુલાકાતીઓએ આ ઝૂની મુલાકાત લીધી છે અને 52,416 મુલાકાતીઓએ બેટરી કારની સફરનો આનંદ લીધો છે. આ ઉપરાંત વાઈલ્ડ ડોગ પીંજરૂં તૈયાર થયા બાદ મેંગલોરથી ભારતીય કુળના જંગલી શ્ર્વાન લાવવામાં આવશે. આ તકે મેયર ડો. પ્રદિપ ડવ સહિતના પદાધિકારીઓ દ્વારા તેમજ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી અને બાગ-બગીચાના ચેરમેન અનિતા ગોસ્વામી હાજર રહ્યા હતાં.


