છતીસગઢથી રાજસ્થાન જતી મુસાફર ટ્રેન એ જ ટ્રેક પર ઉભેલી માલગાડીની પાછળ ટકરાઈ: સિગ્નલ ગડબડ કારણ
મહારાષ્ટ્રના ગોંદીયામાં એક મુસાફર ટ્રેન તથા માલગાડી વચ્ચે ટકકરથી 50 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. જેમાં 10 મુસાફરોની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. આ દુર્ઘટના મહારાષ્ટ્રના ગોંદીયા રેલવે સેકસનમાં થઈ હતી. રાત્રીના 2.30 કલાકે છતીસગઢના બિલાવપુરથી રાજસ્થાન જોધપુર જઈ રહેલી ટ્રેન જે ટ્રેક પર દોડી રહી હતી તે જ ટ્રેક પર એક માલગાડી સિગ્નલ નહી મળવાના કારણે ઉભી હતી અને તે મુસાફર ટ્રેન તેની પાછળ ટકરાઈ પડી હતી.
- Advertisement -
આ ક્ષેત્રમાં ભગત કી કોઠી તરીકે ઓળખાતા ક્ષેત્રમાં સિગ્નલ નહી મળતા બે ટ્રેનો એક જ ટ્રેક પર દોડતી હતી તે ટકરાઈ પડી હતી. પેસેન્જર ટ્રેનના એન્જીન અને ત્રણ કોચ પાટા પરથી ખડી પડયા હતા અને કોચમાં મુસાફરો ફસાયા હતા. જેઓ માટે ગોંદીયા રેલવે સ્ટેશન પરથી રાહત બચાવ ટીમ આવતા જ ઘાયલોને ગોંદીયાની હોસ્પીટલોમાં સારવાર માટે દાખલ કરાયા હતા અને બાદમાં કોચમાં જે મુસાફરો ફસાયા હતા તેઓને બહાર કાઢી રીલીફ ટ્રેનથી રવાના કરવામાં આવ્યા હતા. ઘાયાલોમાં 10ની હાલત ગંભીર છે અને આ દુર્ઘટનામાં સિગ્નલની ક્ષતિ જાહેર થતા તપાસના આદેશ અપાયા છે.