આંતરરાષ્ટ્રીય મુસાફરોમાં 11% વૃદ્ધિ નોંધાઈ; કાર્ગો ટનેજમાં પણ 14% વધારો
ખાસ-ખબર સંવાદદાતા
અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (જટઙઈંઅ) ઉત્તરોત્તર વૃદ્ધિના માર્ગે ચાલી રહ્યું છે. નાણાકીય વર્ષ-2023 ના સમાન સમયગાળાની સરખામણીમાં સપ્ટેમ્બર 2023 સુધીમાં પ્રવાસીઓની સંખ્યામાં 35% વધારા સાથે ટ્રાફિકમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. સપ્ટેમ્બર 2023 સુધીમાં જટઙઈંઅ એ 5 મિલિયનથી વધુ મુસાફરોને હેન્ડલ કર્યા છે. જે અગાઉના વર્ષની તુલનામાં (3.9 મિલિયન) 35% ની વૃદ્ધિ દર્શાવે છે. ગત સપ્તાહ સુધીમાં એરપોર્ટ પર 28,969 સ્થાનિક આવાગમન અને 5,193 આંતરરાષ્ટ્રીય અઝખ નોંધાયા હતા.
વર્ષ દરમિયાન ટોચના ડોમેસ્ટિક સ્થળોમાં દિલ્હી, મુંબઈ, ભોપાલ, કોલકાતા અને વારાણસી જ્યારે ટોચના આંતરરાષ્ટ્રીય સ્થળો તરીકે લંડન (ગેટવિક), દોહા અને સિંગાપોર ઉભરી આવ્યા છે. સિંગાપોર, હો ચી મિન્હ સિટી, દુબઈ, લંડન અને દોહા 2022-23ના સમાન સમયગાળાની સરખામણીમાં ટોચના વિકસતા માર્ગો પૈકીના છે.
અમદાવાદ એરપોર્ટે તાજેતરમાં ઇન્ટરનેશનલ ટર્મિનલ ઝ2 માં ખાતે 24 ઇમિગ્રેશન કાઉન્ટર ધરાવતા ઇમિગ્રેશન હોલનું ઉદ્ઘાટન કર્યું છે. જેનાથી આંતરરાષ્ટ્રીય મુસાફરોને વધુ સારી સેવાઓ અને સુવિધાઓ મળી રહી છે. વળી ડોમેસ્ટિક ટર્મિનલ ઝ1 માં આગમન વિસ્તારમાં વધારાના સામાનનો પટ્ટો, સમર્પિત પિકઅપ અને ડ્રોપ-ઓફ ઝોન, પ્રસ્થાન સમયે ચેક-ઇન કાઉન્ટર્સની સંખ્યામાં વધારો વગેરેનો સમાવેશ થાય છે. ડિજી યાત્રા યુઝર્સ માટે પ્રવેશ લેન, વિસ્તૃત સુરક્ષા તપાસ વિસ્તાર અને સ્થાનિક પ્રસ્થાન સમયે નવા બોર્ડિંગ ગેટ વગેરે પ્રવાસનનો અદભૂત અનુભવ કરાવે છે.
ગત વર્ષની સરખામણીએ ઓગસ્ટ 2023 સુધીમાં જટઙઈંઅ ના સ્વ-સંચાલિત કાર્ગો ટર્મિનલ્સમાં કાર્ગો ટનેજમાં નોંધપાત્ર 14% વધારો થયો છે. જટઙઈંઅ દ્વારા સંચાલિત આંતરરાષ્ટ્રીય કાર્ગો ટર્મિનલ ઝ3 પેલેટાઈઝ્ડ કાર્ગો સ્વીકૃતિને સક્ષમ કરવા માટે મોટા કદના એક્સ-રે મશીન સાથે તેની ક્ષમતા વધારવા વિચારી રહ્યું છે. ઝ3 હવે કસ્ટમ-એપ્રુવ્ડ કુરિયર પાર્ટનર દ્વારા યુએસએ, યુકે, ઑસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સહિતના વિવિધ દેશોમાં આંતરરાષ્ટ્રીય કુરિયર્સની પ્રક્રિયા કરી રહ્યું છે. જટઙઈંઅ વિશ્ર્વ-સ્તરીય કાર્ગો હેન્ડલિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું એક ઈન્ટિગ્રેટેડ કાર્ગો ટર્મિનલ (ઈંઈઝ) પણ વિકસાવી રહ્યું છે.
જટઙઈંઅ પેસેન્જર ટ્રાફિક અને કાર્ગો સંખ્યા એરપોર્ટની અવિરત વૃદ્ધિ સાથે મુસાફરો અને તેના વ્યવસાયિક ભાગીદારોની સેવાઓમાં વિશ્ર્વાસને પ્રતિબિંબિત કરે છે.
- Advertisement -
જટઙઈંઅ સીમલેસ અને વર્લ્ડ-ક્લાસ હોસ્પિટાલિટી, દેશભરમાં જોડાણો અને સલામતી અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવા પ્રતિબદ્ધ છે.
દેશના વિકાસમાં અદાણી ગૃપનું ત્રણ દાયકાથી અવિરત યોગદાન: રોજગારી સર્જનમાં અગ્રેસર
ખાસ-ખબર સંવાદદાતા
ભારતના અર્થતંત્રના સતત વિકસતા લેન્ડસ્કેપમાં અદાણી જૂથ નવીનતા, વૈવિધ્યકરણ અને ટકાઉપણાના પ્રતિક તરીકે ઉભરી આવ્યું છે. ભારતની આર્થિક અને ઔદ્યોગિક વિકાસ યાત્રામાં અદાણી જૂથ અવિરત યોગદાન આપી રહ્યું છે. છેલ્લા ત્રણ દાયકાથી પોર્ટસ, એરપોર્ટસ, લોજિસ્ટિક્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉર્જા, ટેક્નોલોજી સહિતના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સેવાઓ સાથે ભારતના વિકાસમાં યોગદાન કરી રહ્યું છે.
ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થામાં ડેટા વપરાશ અને સંગ્રહની વધતી જતી માંગને પહોંચી વળવા અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડએ અદ્યતન ડેટા કેન્દ્રો સ્થાપિત કરવા પહેલ કરી છે. જેનો ઉદ્દેશ્ર્ય 1 ૠઠ ક્ષમતા સાથે ભારતને ડિજિટલ પરિવર્તનમાં મદદરૂપ થવાનો છે. અત્યાધુનિક હાઇપરલોકલ ડેટા સેન્ટર્સની શરૂઆત ચેન્નાઈથી કરવામાં આવી છે. જેને હૈદરાબાદ, નોઈડા, પુણે, મુંબઈ અને બેંગલુરુમાં સ્થાપિત કરાશે. ખાસ વાત એ છે કે, ડેટા સેન્ટર સુવિધાઓથી થતા ઉત્સર્જનને ઘટાડવા 100 % રિન્યુએબલ એનર્જી સંચાલિત નેટવર્ક બનાવાઈ રહ્યું છે.
અઊકની એક શાખા અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટમાં મોખરે છે.