દેશની રાજધાની દિલ્હીમાં આજે ગોકુલપુરી મેટ્રો સ્ટેશનના પ્લેટફોર્મની સાઇડ દિવાલનો એક ભાગ પડયો હતો. જેથી સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી ગઇ હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિની મૃત્યુ થવાની આંશકા છે, જયારે કાટમાળમાં દબાયેલો બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. હાલમાં પોલીસ અધિકારી ઘટનાસ્થળ પર પહોંચ્યા છે. રસ્તો બંધ કરી દીધો છે. દુર્ઘટના પછીથી આ લાઇનમાં મેટ્રો ટ્રેનને હાલમાં સિંગલ લાઇનથી સંચાલન કરવામાં આવી રહી છે.
મળેલી જાણકારી અનુસાર, ગુરૂવારના દિલ્હી મેટ્રોના ગોકુલપુરી સ્ટેશન પર એક દુર્ઘટના બની હતી. સ્ટેશનનો એક ભાગ પડી ગયો હતો. જેના કાટમાળમાં એક વ્યક્તિની મૃત્યુ થઇ છે, જો કે કોઇ અધિકારીએ હજુ સુધી કોઇ અધિકારીના મોતની ખાતરી કરી નથી. જ્યારે, બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
- Advertisement -
પોલીસ કર્મચારીઓએ કેટલાક લોકોની મદદથી કાટમાળમાં ફસાયેલા વ્યક્તિને બહાર કાઢયા હતા. જે ઘટનના સમયે સ્કુટી પર સવાર હતા. ઇજાગ્રસ્તને નજીકની હોસ્પિટલ જીટીબીમાં દાખલ કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત લોકોની ઓળખ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જેસીબી અને ક્રેનની મદદથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. સ્થાનિક પોલીસ અને મેટ્રો કર્મચારી ઘટનાસ્થળે હાજર છે. આ દુર્ઘટનામાં કાનુન સંબંધિત ધારાઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.