બહોળી સંખ્યામાં સૌરાષ્ટ્રભરમાંથી અગ્રણીઓએ હાજરી આપી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
- Advertisement -
પરશુરામ યુવા સંસ્થાન રાજકોટ દ્વારા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવાડ રોડ ખાતે સંસ્થાના આદ્યસ્થાપક અભયભાઈ ભારદ્વાજના જન્મદિવસ નિમિત્તે પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહનો પ્રારંભ પૂ. બ્રહ્મતીર્થ સ્વામી, કોઠારી સ્વામી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, રાજકોટ, પૂજ્ય જેન્તિરામ બાપા, સંત પુરણ ધામ ધુનડા, પૂજ્ય ઘનશ્યામજી મહારાજ, ભુવનેશ્ર્વરીપીઠ ગોંડલ, પૂ. ચૈતન્ય શંભુ મહારાજ પ્રસિદ્ધ ભાગવતાચાર્ય તથા સમારોહના અધ્યક્ષ પરષોતમ રૂપાલા, વિજયભાઈ રૂપાણી, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ઉપસ્થિત ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, દર્શિતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ મહામંત્રી માધવભાઈ દવે તથા સર્વે ઉપસ્થિત મહેમાનો દ્વારા ભારતીય સંસ્કૃતિ મુજબ દીપ પ્રાગટ્ય કરી સમારોહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે અભયભાઈના જીવન પ્રસંગોને આધારિત અભયભાઈ પરની એક ડોક્યુમેન્ટરી રજૂ કરવામાં આવી હતી. અભયભાઈ દ્વારા કરવામાં આવેલા અનેક શુભ કાર્યો અને કામગીરી તથા પોતાના સમાજ પ્રત્યેની કૃતજ્ઞતાપૂર્વકની જવાબદારી સચોટ સ્વરૂપે આ ડોક્યુમેન્ટરીમાં આવરી લેવામાં આવી હતી.
પૂ. બ્રહ્મતીર્થ સ્વામી, કોઠારી સ્વામી, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર રાજકોટ દ્વારા સમારોહમાં ઉપસ્થિત સર્વેને આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા સાથે અભયભાઈ અને સ્વામિનારાયણ સંપ્રદાય વિશેના સંબંધો આલેખ્યા હતા. પ્રખર હિન્દુત્વવાદી અને રાષ્ટ્રવાદી વિચારધારાથી અનેકોને જાગૃત કરનાર પૂજ્ય ચૈતન્ય શંભુ મહારાજ, પ્રસિદ્ધ ભાગવતાચાર્યજીએ પોતાના આશીર્વચન પાઠવી અભયભાઈની વીરતા વિશે વાત કરી હતી અને બ્રાહ્મણો વિશે પ્રખર ઉદ્બોધન આપ્યું હતું. સાથે સનાતન સંસ્કૃતિ વિશે વાત કરી સમારોહને અભિનંદન પાઠવ્યા હતા અને આગવા કાર્યક્રમને સફળ સ્વરૂપે આશીર્વાદ આપ્યા હતા.
- Advertisement -
સમારોહનું ઉદ્ઘાટન વિજયભાઈ રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના શુભહસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પરશુરામ યુવા સંસ્થાન દ્વારા મનીષભાઈ માદેકા, સાંઈરામ દવે, ડો. રાજેન્દ્ર ત્રિવેદી, વિભાવરીબેન દવે, જગદીશભાઈ આચાર્ય આ પાંચ બ્રહ્મ કર્મયોગીઓે કરેલી પોતાના ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન અને સમાજ પ્રત્યે કરેલ ઉમદા કામોની ડોક્યુમેન્ટરી રજૂ કરવામાં આવી હતી. આ સમારોહને સફળ બનાવવા બ્રહ્મ સમાજના વિવિધ તડગોળના પ્રમુખ, વિવિધ સંસ્થાના અગ્રણીઓ અને સમગ્ર બ્રહ્મ સમાજના અગ્રણીઓ તથા પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહને સફળ બનાવનાર તમામ બંધુઓનો અને સહભાગીઓનો આ તકે પરશુરામ યુવા સંસ્થાન દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.