રમતગમત પ્રતિભાઓને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે છેલ્લા 8 વર્ષથી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
16 જાન્યુઆરીથી સૌરાષ્ટ્રની 16 ટીમ વચ્ચે મુકાબલો યોજાયો હતો. જેમાં ફાઈનલમાં પરશુરામ ઈલેવન પોરબંદર અને મહાદેવ ફાયર ઈલેવન રાજકોટ વચ્ચે દિલધડક ફાઈનલ યોજાયો હતો. આ ફાઈનલમાં જીત માટે 77 રનનો ટાર્ગેટ પૂર્ણ કરીને પરશુરામ ઈલેવન પોરબંદર ટીમ વિજેતા બની હતી. વિજેતા ટીમને આકર્ષક ટ્રોફી, રનિંગ શિલ્ડ તથા 11,111 રૂપિયાનું રોકર્ડ ઈનામ તથા રનરઅપ ટીમને ટ્રોફી તથા 5,555 રૂપિયાનું રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું.