By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાન 2030 સુધીમાં અમેરિકા પાસેથી અદ્યતન મિસાઇલો મેળવશે
    2 hours ago
    વિશ્વ બેંકે આગામી વર્ષે દક્ષિણ એશિયાના વિકાસને આંશિક રીતે ધીમો કરવા માટે ભારતીય નિકાસ પર યુએસ ટેરિફને ચેતવણી આપી છે
    2 hours ago
    રશિયન સેનાએ યુક્રેનના 5000 ચોરસ કિલોમીટર વિસ્તાર પર કબજો મેળવ્યો: રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો દાવો
    3 hours ago
    ટેરિફના જોરે જ સીઝફાયર કરાવ્યું: અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ
    22 hours ago
    ફ્રાન્સના વડાપ્રધાન લેકોર્નુનું રાજીનામું માત્ર 27 દિવસમાં પદ છોડ્યું, રાષ્ટ્રપતિ મેક્રોને સ્વીકાર્યું
    23 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બિહારમાં એનડીએની સીટ-વહેંચણીની ઝઘડા વચ્ચે ચિરાગ પાસવાને ગુપ્ત ટિપ્પણી કરી: ‘દરેક પગલા પર લડતા શીખો’
    1 hour ago
    ‘કોઈને અધિકાર નથી…’: CJI ગવઈની માતાએ જૂતા ફેંકવાની ઘટનાને બંધારણ પર હુમલો ગણાવી
    2 hours ago
    મધ્યપ્રદેશમાં કફ સિરપથી મૃત્યુઆંક વધીને 20 થયો
    2 hours ago
    જયપુર-અજમેર હાઇવે પર વિસ્ફોટ: એલપીજી સિલિન્ડર લઈ જતી ટ્રક અને ટેન્કર અથડાયા
    3 hours ago
    સીકરમાં શ્રીમાધોપુર નજીક માલગાડી પાટા પરથી ઉતરી: ત્રણ ડઝનથી વધુ કોચ પાટા પરથી ઉતરી ગયા; રેલ્વે કામગીરી સ્થગિત, બચાવ કાર્ય ચાલુ
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 140 રને ભવ્ય વિજય, જાડેજાનો તરખાટ
    4 days ago
    Hats Off Surya!! આખી ટૂર્નામેન્ટની મેચ ફી ભારતીય સેનાને અર્પણ
    1 week ago
    ભારતની જીત બાદ PCBના વડા મોહસીન નકવીએ ટ્રોફી-મેડલ ચોર્યાં!
    1 week ago
    ભારતીય ટીમે ઉજવણી તો કરી પણ હવે ટ્રોફી મળશે?
    1 week ago
    પાકિસ્તાની કેપ્ટ પોતાની મેચની ફી ઓપરેશન સિંદૂરમાં ઠાર થયેલા આતંકીઓના પરિવારને દાન કરશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    માર્ગ અકસ્માતમાં પ્રખ્યાત પંજાબી સિંગર રાજવીર જાવંદાનું નિધન
    1 hour ago
    60 કરોડના છેતરપિંડીના કેસમાં શિલ્પા શેટ્ટીની 4 કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી
    1 day ago
    અભિનેતા રજનીકાંત આધ્યાત્મિક યાત્રા પર નીકળ્યા, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી બ્રેક લીધો
    2 days ago
    બોલિવૂડના મોટા સ્ટાર્સની કમાણી હવે માત્ર ફિલ્મો પર નિર્ભર નથી
    6 days ago
    શિલ્પા અને રાજને થાઈલેન્ડ ત્રણ દિવસના વેકેશન પર જવાની અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળીના તહેવારમાં જો આવા સંકેત દેખાય તો સમજી લેજો કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા છે
    1 day ago
    આજે છે શરદ પૂર્ણિમા અને ભદ્રા ,પંચકનો અશુભ પડછાયો પણ રહેશે
    2 days ago
    Dussehra 2025 : દશેરા પર પૂજા કરવાનો શુભ સમય અને કાલે રાવણનું દહન ક્યારે કરવામાં આવશે? ચાલો જાણીયે
    1 week ago
    આજે જાણો નવરાત્રી દરમિયાન તુલસીની પૂજા સાથે સંકળાયેલી કેટલીક ખાસ રીતો અને તેના ફાયદાઓ વિશે
    2 weeks ago
    આશાપુરા મંદિર શક્તિ અને ભક્તિના અનોખા સંગમનું પ્રતીક
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સ્વિગી-ઝોમેટો ગ્રાહકોને આપે છે આકરા ડામ
    2 weeks ago
    રેસકોર્સના ગાર્ડનમાં ગંદકી અને ઉંદરોનો અસહ્ય ત્રાસ
    2 weeks ago
    આસિસ્ટન્ટ પ્રોફેસર ભાવિક કંટેસરિયા, ભાવેશ રાબા અને પલક સખીયાને ભરતીના ડાયરેક્ટ ઓર્ડરની લ્હાણી
    3 weeks ago
    શિક્ષણ સમિતિનાં ચેરમેનની ગાડી ‘લોગ બૂક’ કોણ મેઈન્ટેઈન કરે છે?
    3 weeks ago
    VC ઉત્પલ જોશીના રાજમાં સંઘી-સવર્ણોને ઘી-કેળા!
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દિવ્યાસ્ત્ર : આહ્વાન, શત્રુવિનાશ અને પ્રતિરોધકતા!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > દિવ્યાસ્ત્ર : આહ્વાન, શત્રુવિનાશ અને પ્રતિરોધકતા!
AuthorParakh Bhattધર્મ

દિવ્યાસ્ત્ર : આહ્વાન, શત્રુવિનાશ અને પ્રતિરોધકતા!

Khaskhabar Editor
Last updated: 2022/01/27 at 11:33 AM
Khaskhabar Editor 4 years ago
Share
12 Min Read
SHARE

મહાભારતનું યુદ્ધ ૧૮ દિવસો સુધી ચાલ્યું, જેમાં બ્રહ્મદંડ, બ્રહ્મશીર્ષ, બ્રહ્મશીરા, બ્રહ્માસ્ત્ર જેવા કંઈકેટલાય દિવ્યાસ્ત્રોનું આહ્વાન કરવામાં આવ્યું. પરંતુ જ્યારે દિવ્યાસ્ત્રની વાત આવે ત્યારે સમગ્ર પૃથ્વીનો સર્વનાશ નોતરી શકે એવા હથિયારોનું લિસ્ટ બહુ લાંબુ થઈ જાય છે! ચક્ર, અગ્નેયાસ્ત્ર, સુદર્શન ચક્ર, ગરૂડાસ્ત્ર, કનુમોદકી, પાશુપતાસ્ત્ર, શિવધનુષ, નારાયણાસ્ત્ર, ત્રિશુલ, વરૂણાસ્ત્ર, વૈષ્ણવાસ્ત્ર અને વાયવ્યાસ્ત્ર સહિત પુષ્કળ દિવ્યાસ્ત્રોનો ઉલ્લેખ પુરાણોમાં થયેલો છે.

પરખ ભટ્ટ

- Advertisement -

હાઇ-ટેક્નોલોજીકલ વિમાનો પર સવાર થઈને પરસ્પર યુદ્ધ લડી રહેલા દેવ-દાનવોનાં વર્ણનોમાં અસંખ્ય વખત તમને આવા અસ્ત્ર-શસ્ત્ર વિશે વાંચવા મળશે. એકીઝાટકે આખેઆખા શત્રુસૈન્યનું નિકંદન કાઢતાં દિવ્યાસ્ત્રની ઉર્જા અને તેમની કાર્યપ્રણાલી અંગે મોડર્ન-વર્લ્ડમાં ઘણા મતમતાંમર પ્રવર્તે છે. સંસ્કૃત સાહિત્યનાં અભ્યાસુ એવા કેટલાક યુરોપિયન-અમેરિકન વૈજ્ઞાનિકો સ્પષ્ટપણે માને છે કે, પુરાણકાળમાં જોવા મળેલા દિવ્યાસ્ત્રોની રેન્જ અને તેમની વિનાશક અસરો હાલનાં વેપન્સ (હથિયારો) કરતાં ક્યાંય વધુ ભયાનક હતી. સિંધુખીણ સંસ્કૃતિ, મોહેં-જો-દારો તથા હડપ્પાનાં ભગ્ન-અવશેષો પણ આવા હથિયારોનાં અસ્તિત્વ અંગેની સાબિતી આપે છે. આ બધાની વચ્ચે ભીતિ એ વાતની છે કે, બ્રહ્માસ્ત્રનાં વર્ણનો વાંચીને હાલ ન્યુક્લિયર બોમ્બ કરતાં પણ વધુ વિનાશક અસરો ધરાવતાં હથિયારો બનાવવાની તૈયારી આદરી દેવાઈ છે!

દિવ્યાસ્ત્રોનાં આહ્વાન અને તેમનાં ઉપયોગ વિશે જાણતાં પહેલા અન્ય કેટલીક બાબતો અંગેની માહિતી મેળવવી આવશ્યક છે. દેવ-દાનવ યુદ્ધની સૌથી ધ્યાનાકર્ષક બાબત એ હતી કે, તેઓ પોતપોતાનાં વાહનો પર સવાર થઈને એકબીજા સાથે લડાઈમાં ઉતરતાં. વાહન તરીકે પક્ષી પણ હોઇ શકે અને પ્રાણી પણ! જેવો જેનો સ્વભાવ. કારણકે વાહનોને હંમેશા દેવ-દાનવોની પ્રકૃતિ તેમજ ખાસિયતોનું પ્રતિબિંબ કહેવાયા છે. પૌરાણિક કાળનાં લડવૈયાઓ મિલિટરી અને પેરાસાયકોલોજીકલ ટેક્નિક્સમાં નિપુણ હતાં એવું નાનપણથી આપણને કહેવામાં આવ્યું છે. કુરૂક્ષેત્રનાં યુદ્ધમાં ચક્રવ્યુહ સ્વરૂપે જોવા મળેલા ઉત્કૃષ્ટ મિલિટરી ફોર્મેશન વિશે પણ ભૂતકાળમાં આપણે પુષ્કળ ચર્ચા કરી ગયા. હવે વાત આવી, પેરાસાયકોલોજીકલ ટેક્નિક્સની!

સાયકિક ફિનોમેનન, ટેલિપથી, પેરાનોર્મલ એક્ટિવિટી, ક્લેરવોયન્સ, ટેલિકાયનેસિસ જેવા મોડર્ન શબ્દોની પરિભાષાનાં ઉંડાણમાં ઉતરીએ તો પેરાસાયકોલોજીકલ ટેક્નિક્સ વિશેનું પુષ્કળ જ્ઞાન મળી શકે એમ છે. વૈદિક ઋષિમુનિઓ ટેલિપથી, ક્લેરવોયન્સ અને ટેલિકાયનેસિસમાં પાવરધા હતાં. આ દરેક શબ્દોને વારાફરતી ટૂંકાણમાં સમજવાનો પ્રયત્ન કરીએ.

- Advertisement -

(૧) ટેલિપથી : ચિત્તને એકાગ્ર કરી, સાત સમંદર પાર બેસેલા વ્યક્તિ સાથે ઐક્ય સાધીને તરંગો વડે વાતચીત કરવાની કળા. પાવર ઓફ ધ માઇન્ડ!

(૨) ટેલિકાયનેસિસ : કોઇપણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી, સ્પર્શ કર્યા વગર તેને તેની મૂળ જગ્યાએથી ખસેડી શકવાની ક્ષમતા.

(૨) ક્લેરવોયન્સ : ભવિષ્યમાં થનારી ઘટનાઓનો પૂર્વાભાસ થઈ જવો એ.

પેરાસાયકોલોજીમાં મૂળે તો, મૃતાત્માઓ સાથે સંપર્ક સાધી શકવાની ક્ષમતાનો પણ સમાવેશ થાય છે. વર્ષોનું ધ્યાન-તપ અને યોગનાં સહારે પેરાસાયકોલોજી ટેક્નિક્સ પર નિયંત્રણ મેળવી શકાય છે. બેઝિકલી, એનાં માટે શરીરમાંના સાત ચક્રોને જાગૃત કરવા પડે છે, જે પ્રક્રિયાને આપણે ‘કુંડલિની જાગરણ’ તરીકે વ્યાખ્યાયિત કરી છે. વડીલો પણ કહી ગયા કે, મનની શક્તિ અપાર અને અખૂટ છે. જેણે પોતાનાં સુષુપ્ત મન પર વિજય મેળવ્યો એણે વિશ્વ સર કરી લીધું. ત્રિદેવ (બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ) તથા અન્ય દેવતાઓ નિર્મિત દિવ્યાસ્ત્રોનું આહ્વાન કરવા માટે પેરાસાયકોલોજિકલ ટેક્નિક્સ શીખવી અત્યંત મહત્વપૂર્ણ છે. ટેલિકાયનેસિસ, ટેલિપથી અને ક્લેરવોયન્સ પર પ્રભુત્વ મેળવ્યા વગર દિવ્યાસ્ત્રનું આહ્વાન બિલકુલ શક્ય નથી. ઘાસ અથવા નાનકડા અમથા તણખલા પર ધ્યાન કેન્દ્રિત કરવાથી તેને બ્રહ્માસ્ત્ર જેવા મહાશક્તિશાળી અસ્ત્રમાં પરિવર્તિત કરવું શક્ય છે. પેરાસાયકોલોજીકલ ટેક્નિક્સ પર કામ કરતાં દિવ્યાસ્ત્રો વિશે હવે ટૂંકાણમાં પરિચય મેળવી લઈએ :

(૧) દંડ : જીવસૃષ્ટિનો સર્વનાશ નોતરી શકે એવા દિવ્યાસ્ત્રો.

(૨) કાળ : શ્રી વિષ્ણુનું સુદર્શન ચક્ર તેમજ સ્વર્ગાધિપતિ દેવ ઇન્દ્રનાં વજ્રાસ્ત્ર જેવા દિવ્યાસ્ત્રો.

(૩) શિવધનુષ : ટંકાર માત્રથી ધરતી ધ્રુજાવી દેનાર અસ્ત્ર.

(૪) બ્રહ્મશીર અથવા બ્રહ્માસ્ત્ર : ફક્ત એકવાર આહ્વાન વડે જાગૃત કરી શકાય એવું અમોઘ દિવ્યાસ્ત્ર, જે સમગ્ર પૃથ્વીનો સર્વનાશ કરવા માટે કાફી છે.

(૫) વરૂણપાશ : વરૂણ દેવનાં વરદાન વડે પ્રાપ્ત થઈ શકનાર અસ્ત્ર.

(૬) શોષણ : ‘વર્ષાણ’ અસ્ત્રની અસરને નાબૂદ કરવા માટે ઉપયોગમાં લેવાતું દિવ્યાસ્ત્ર. સતત વરસતાં વરસાદ પર ‘શોષણ’નો પ્રહાર થતાંવેંત પાણીની બૂંદ વાતાવરણમાંથી વરાળ બનીને ઉડી જાય છે.

(૭) નારાયણાસ્ત્ર વર્ષાણ : કોઇ ચોક્ક્સ વિસ્તાર પર ભયંકર વર્ષા કરાવવા માટે.

દરેક દિવ્યાસ્ત્રનું આહ્વાન કરવા માટે અમુક ખાસ પ્રકારનાં મંત્રનું ઉચ્ચારણ થવું આવશ્યક છે. જેનો મુખ્ય આધાર દિવ્યાસ્ત્રનો પ્રકાર, એની અસરો અને તેનાં આરાધ્ય દેવ પર રહેલો છે. ગાયત્રીમંત્રનું ૧,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ વખત ઉલ્ટા ક્રમમાં ઉચ્ચારણ કરવામાં આવે ત્યારે કોઇ સામાન્ય બાણને પણ બ્રહ્માસ્ત્ર જેવા મહાશક્તિશાળી દિવ્યાસ્ત્રમાં પરિવર્તિત કરી શકવું શક્ય છે. બિલકુલ એવી જ રીતે, ગાયત્રીમંત્રની શરૂઆતમાં “(અમુક) શત્રુમ હણ હણ હમ ફટ્”નું બે લાખ વાર ઉચ્ચારણ કરવાથી બ્રહ્મદંડનું આહ્વાન શક્ય છે. અન્ય તમામ દિવ્યાસ્ત્રોનાં જાગરણ માટે પણ આ ટેક્નિકને પુરાણોમાં વર્ણવવામાં આવી છે.

મહાભારતમાં આપણે જેટલા પણ દિવ્યાસ્ત્રો વિશે વાંચીએ છીએ એ તમામ કોઇકને કોઇક દેવતા દ્વારા ભેટમાં અપાયેલ અસ્ત્ર-શસ્ત્ર છે. ફક્ત એક ચોક્ક્સ સૈનિક અથવા યોદ્ધાને રણભૂમિમાં આહત કરી શકે એવા દિવ્યાસ્ત્રો વિશે પણ તમે માહિતગાર છો જ! જ્યારે આજની મિસાઇલ અને બોમ્બમાં એ ક્ષમતા નથી. આધુનિક સમયનાં હથિયારો ફક્ત એક માણસ કે વિસ્તાર પૂરતાં નહીં, પરંતુ અસંખ્ય નિર્દોષ માણસોને મારી નાંખવા સક્ષમ છે. એ હથિયારોમાં દોષી વ્યક્તિને પારખી શકવાની ક્ષમતા નથી. જ્યારે દિવ્યાસ્ત્ર આ બાબતે તદ્દન ભિન્ન છે. સૌથી ખાસ વાત એ છે કે, દિવ્યાસ્ત્રનો ઉપયોગ કરનાર યોદ્ધાનાં જનીનમાં રંગસૂત્રોની બે નહીં, પરંતુ ૧૨ જોડ હોવાની વિગતો પુરાણોમાંથી મળી આવી છે. અર્જુન અને કર્ણ બંને દેવતાપુત્ર (સન ઓફ ડેમિગોડ) હોવાને લીધે તેઓ ૧૨ રંગસૂત્રની જોડી સાથે જન્મ્યા હતાં!

અવાજ, આવૃત્તિ, ધ્વનિ-કંપન જેવા શબ્દો મંત્રજાગૃતિ સાથે સંકળાયેલા છે. યોગ્ય આરોહ-અવરોહ સાથે ઉચ્ચારાયેલો મંત્ર કોઇપણ દિવ્યાસ્ત્રને જાગૃત કરી શકવા સક્ષમ છે. માની લો કે દિવ્યાસ્ત્રનું આહ્વાન થઈ ગયું અને ત્યારબાદ યોદ્ધાને એની નિરર્થકતાનો અહેસાસ થયો તો શું થઈ શકે? ક્ષત્રિયની તલવાર કદાચ પુનઃ મ્યાનમાં જઈ શકે પરંતુ જાગૃત થઈ ચૂકેલું દિવ્યાસ્ત્ર નહીં! વ્હોટ ઇફ, અ વોરિયર વોન્ટ્સ ટુ સ્ટોપ હિઝ સેલેસ્ટિયલ વેપન?

આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે તો સર્વપ્રથમ દિવ્યાસ્ત્રનું આહ્વાન કેવી રીતે થાય છે એ જાણવું જરૂરી છે

(૧) તીર, ઘાસ, તણખલું સહિત અન્ય કોઇ પણ ભૈતિક ચીજ-વસ્તુ કે પદાર્થનો ઉપયોગ દિવ્યાસ્ત્ર માટે થઈ શકે છે.

(૨) તેનું આહ્વાન કરવા માટે જે-તે અસ્ત્રને યોગ્ય મંત્ર અથવા શબ્દોનું ઉચ્ચારણ કરવાથી તેમાં શક્તિસંચાર થાય છે.

(૩) મંત્રશક્તિનાં આધારે ધરતી અથવા આકાશી સ્થિતિમાં ફેરફાર થવાનું શરૂ થઈ જાય છે.

(૪) વાતાવરણમાં અચાનક ગરમી/ તાપ/ વીજળી/ ધ્વનિતરંગો અથવા કિરણોનું ઉત્સર્જન થઈને રણભૂમિ ઉપરનાં આકાશમાં તેનું મોટું સ્તર નિર્માણ પામે છે.

(૫) દિવ્યાસ્ત્રનાં આહ્વાન વડે નિર્મિત આ સ્તર, ત્યારબાદ દુશ્મન-છાવણી પર કાળો કેર વરસાવવાનું શરૂ કરી દે છે.

કોઇપણ દિવ્યાસ્ત્રનાં પ્રહાર સમયે ઉપરોક્ત પ્રક્રિયા થતી હોવાનું આપણા પુરાણોમાં વર્ણન છે. અગર દિવ્યાસ્ત્રની અસરથી બચવું હોય અથવા તો એનાં વારને નિષ્ફળ બનાવવો હોય તો કઈ પ્રક્રિયાનું અનુસરણ કરવું પડે! ભગવાન રામે જ્યારે લંકાસમુદ્ર સૂકવવા માટે જેવું બ્રહ્માસ્ત્રનું આહ્વાન કર્યુ કે તરત વરૂણદેવ એમની સામે પ્રગટ થયા અને પરિસ્થિતિની ગંભીરતા સમજાવી. પરંતુ મંત્રશક્તિ વડે જાગૃત થઈ ચૂકેલું અસ્ત્ર હવે કંઈ શાંત ન થઈ શકે, જેથી શ્રી રામે એને ધ્રુમાતુલ્ય નામનાં નિર્જન વિસ્તાર પર છોડવું પડ્યું. બીજી એક રીત એ પણ છે કે, દિવ્યાસ્ત્રની સામે અગર બીજા દિવ્યાસ્ત્રનો ટકરાવ કરાવવામાં આવે તો તેને નિષ્ફળ બનાવવું શક્ય છે.

(૧) કાઉન્ટર-વેપન (પ્રતિરોધક દિવ્યાસ્ત્ર)નો પ્રહાર કરવા માટે પણ ઘાસ, તણખલું કે તીર જેવા કોઇ ભૌતિક પદાર્થ વડે મંત્રશક્તિનાં ઉપયોગ થકી તેને જાગૃત કરવામાં આવે છે.

(૨) તેમાં મૂળ દિવ્યાસ્ત્રથી તદ્દન વિરૂદ્ધ એવી અસરકારકતા ઉમેરવા માટે ખાસ પ્રકારનાં મંત્રોચ્ચાર થાય છે.

(૩) દિવ્યાસ્ત્ર વડે નિર્મિત આકાશી સ્તર પર, આ નવનિર્મિત અસ્ત્રનો વાર કરવામાં આવે છે.

(૪) દુશ્મન દ્વારા છોડાયેલા દિવ્યાસ્ત્રની વિનાશક અસરો ધરાવતું વાતાવરણનું સ્તર ધરતી સુધી પહોંચીને છાવણીમાં હાહાકાર મચાવે એ પહેલા જ, તેનાં પર છોડવામાં આવેલું પ્રતિરોધક દિવ્યાસ્ત્ર પોતાની અસર દેખાડે છે. બે વિનાશક દિવ્યાસ્ત્રો પરસ્પર ટકરાઈને પ્રચંડ વિસ્ફોટ બાદ એકબીજાને વિફળ બનાવી દે છે.

યુદ્ધભૂમિ પર દિવ્યાસ્ત્રોનાં પ્રહારને કારણે ઘણી મોટી સંખ્યામાં જાનહાનિ થવાની સંભાવના રહે છે. આથી દેવો તેમજ ઋષિમુનિઓ એ વાતનું હંમેશા વિશેષ ધ્યાન રાખે છે કે ક્યાંક દિવ્યાસ્ત્ર કોઇક અયોગ્ય વ્યક્તિનાં હાથમાં ન આવી જાય! કેટલાક દિવ્યાસ્ત્રો મેળવવા માટે અમુક ખાસ પ્રકારની લાયકાત કેળવવી પડે છે, ત્યારબાદ ગુરૂ પોતે પોતાનાં શિષ્યને દિવ્યાસ્ત્રનું આહ્વાન કરવા માટે મૌખિક જ્ઞાન આપે છે. અન્ય કેટલાક દિવ્યાસ્ત્રો મેળવવા માટે ત્રિદેવ (બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ) અથવા સ્વર્ગનાં કોઇ દેવતા (જેમકે ઇન્દ્ર)નું તપ આદરવામાં આવે છે. મહાભારતકાળમાં કૌરવો સામે વિજય પ્રાપ્ત કરવા અર્જુને ભગવાન શિવનું ધ્યાન ધર્યુ હતું. જેનાં પરિણામસ્વરૂપ, મહાદેવની કૃપાથી એમને પાશુપાશાસ્ત્ર મળી શક્યું. બિલ્કુલ આવી જ રીતે, કંઈ-કેટલાય દેવ-દાનવો દ્વારા ત્રિદેવને રીઝવવા માટે તપ કર્યા હોવાની કથાઓ આપણે સાંભળી છે! પ્રત્યેક અસ્ત્રની પોતાની એક ખાસ અસર હોય છે

(૧) રામાયણમાં રાવણપુત્ર મેઘનાદ દ્વારા અને મહાભારતનાં યુદ્ધમાં કુલ ત્રણ વખત જેનું આહ્વાન થયું એ બ્રહ્માસ્ત્રને પુરાણકાળનું સૌથી વિનાશક દિવ્યાસ્ત્ર માનવામાં આવે છે.

(૨) એવી જ રીતે, બ્રહ્મદંડનો એક પ્રહાર સમગ્ર પૃથ્વી તેમજ તેનાં પર ધબકી રહેલી જીવસૃષ્ટિને ખતમ કરવા પૂરતો છે.

(૩) અર્જુન દ્વારા કૌરવો વિરૂદ્ધ શંખ ફૂંકીને જાગૃત કરવામાં આવેલું ‘સંમોહન-અસ્ત્ર’ ખાસ પ્રકારનાં ધ્વનિ-તરંગો પેદા કરી શકે છે, જેનાં પ્રભાવ હેઠળ આવીને શત્રુસૈન્ય કલાકો સુધી બેભાન અવસ્થામાં રહે છે.

(૪) વીજળીનાં એક ચમકારામાં જેટલી ઉર્જા સમાયેલી છે, એનાં કરતાં ૧૦૦૦ ગણી વધુ ઉર્જા ધરાવતું ‘વજ્ર’ ઇન્દ્રનું અસ્ત્ર છે. જેનો પ્રહાર દુશ્મનને ક્ષણભરમાં મૌતને ઘાટ ઉતારી શકે એમ છે.

(૫) ‘અગ્નેય-અસ્ત્ર’ને શાસ્ત્રોમાં વધુ વિનાશક માનવા પાછળનું કારણ એ છે કે તેનું કોઇ પ્રતિરોધક દિવ્યાસ્ત્ર અસ્તિત્વ નથી ધરાવતું! અગ્નેયાસ્ત્રનો વાર કર્યા પછી દેવતાઓ પણ એને રોકી શકવા સક્ષમ નથી.

(૬) વૃષણી અને અંધકનાં ત્રણ શહેરોની બરબાદી માટે જવાબદાર એવું ‘અદ્વત્તન’ અસ્ત્ર ધુમાડારહિત, ધ્વનિતરંગ પેદા કરનારી એક મિસાઇલ માનવામાં આવે છે જે એકીસાથે હજારો મહેલોનો ખાત્મો બોલાવી શકે એમ છે!

વેદ-પુરાણ અને રામાયણ, મહાભારતમાં વિવિધ જીવો તથા પ્રજાતિનું વર્ણન છે, જે ધરતી પર વસવાટ નથી કરતી. યક્ષ, કિન્નર, ગાંધર્વ, કિંપુરુષ, સુપર્ણ, વાનર, રાક્ષસ, વિદ્યાધર, વાલ્કિલ્ય, નાગ, પિશાચ, દેવ (એનાં પેટા-પ્રકારોમાં વસુ, આદિત્ય, રૂદ્ર, મરૂત વગેરે તો ખરા જ) અને અસુર (દાનવ, દૈત્ય, કાલ્કૈય વગેરે) પાસે પોતપોતાની અલૌકિક શક્તિ (સુપર-પાવર) હોવાનાં વર્ણનો મળી આવ્યા છે. દ્રશ્ય-અદ્રશ્ય થઈ શકવું, વાહન સાથે તેમજ એનાં વગર હવામાં ઉડી શકવાની કાબેલિયત, રૂપ તેમજ શરીરનો આકાર બદલી શકવાની ક્ષમતા, માનવમગજ વાંચી શકવું, કુદરતી પરિબળો (તાપ, ટાઢ, વરસાદ વગેરે) પર નિયંત્રણ મેળવી શકવાની કળા, પૃથ્વી સિવાયનાં ગ્રહ પર વસવાટ કરી રહેલા જીવો વિશેની માહિતી એ જીવો પાસે હતી.

You Might Also Like

દિવાળીના તહેવારમાં જો આવા સંકેત દેખાય તો સમજી લેજો કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા છે

આજે છે શરદ પૂર્ણિમા અને ભદ્રા ,પંચકનો અશુભ પડછાયો પણ રહેશે

ગ્રીનકાર્ડ કેમ મેળવશો?

લગ્નજીવનના ઉત્તરાર્ધમાં દંપતીને લાગે કે એકબીજાથી દુર જઈ રહ્યા છે…

ખાદીથી આબાદીનું ગાંધીછાપ સિક્રેટ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગ્રીન એનર્જી હબ ક્ષેત્રે ગુજરાતની હરણફાળ
Next Article બ્રિટિશ શાહી પરિવાર પર વિષક્ધયાની નાગચૂડ!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બિહારમાં એનડીએની સીટ-વહેંચણીની ઝઘડા વચ્ચે ચિરાગ પાસવાને ગુપ્ત ટિપ્પણી કરી: ‘દરેક પગલા પર લડતા શીખો’

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
સવારે આદુવાળી ચા પીવાથી થશે પાચનતંત્ર સહિતની સમસ્યાઓ થશે દૂર
માર્ગ અકસ્માતમાં પ્રખ્યાત પંજાબી સિંગર રાજવીર જાવંદાનું નિધન
‘કોઈને અધિકાર નથી…’: CJI ગવઈની માતાએ જૂતા ફેંકવાની ઘટનાને બંધારણ પર હુમલો ગણાવી
પાકિસ્તાન 2030 સુધીમાં અમેરિકા પાસેથી અદ્યતન મિસાઇલો મેળવશે
વિશ્વ બેંકે આગામી વર્ષે દક્ષિણ એશિયાના વિકાસને આંશિક રીતે ધીમો કરવા માટે ભારતીય નિકાસ પર યુએસ ટેરિફને ચેતવણી આપી છે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

દિવાળીના તહેવારમાં જો આવા સંકેત દેખાય તો સમજી લેજો કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા છે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ધર્મ

આજે છે શરદ પૂર્ણિમા અને ભદ્રા ,પંચકનો અશુભ પડછાયો પણ રહેશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

ગ્રીનકાર્ડ કેમ મેળવશો?

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?