પાપમોચની એકાદશીનું વ્રત 18 માર્ચ શનિવારે છે. આ વર્ષે ચૈત્ર માહના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ પાપમોચની એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. જાણો પાપમોચની એકાદશી વ્રત કથા વિશે.
પાપમોચની એકાદશીનું વ્રત 18 માર્ચના દિવસે શનિવારે છે. આ વ્રતને કરવાથી મનુષ્યોના જન્મો-જનમના પાપ ધોવાઈ જાય છે. દર વર્ષે ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ પાપમોચની એકાદશીનું વ્રત કરવામાં આવે છે.
- Advertisement -
એક વખત ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રકૃષ્ણને પાપમોચની એકાદશી વ્રત વિશે કહ્યું હતું. ત્યારે શ્રીકૃષ્ણે તેમને પાપમોચની એકાદશી વ્રતની વિધિ અને મહત્વને એ કથાના માધ્યમથી જણાવ્યું જે બ્રહ્મ દેવે નારદ મુનિને સંભળાવી હતી.
પાપમોચની એકાદશી વ્રત કથા
એક સમયની વાત છે. ચિત્રરથ નામના વનમાં દેવરાજ ઈંદ્ર દેવતાઓ અને ગંધર્વ કન્યાઓની સાથે ફરી રહ્યા હતા. તે વનમાં જ મેધાવી નામના ઋષિ તપસ્યા કરી રહ્યા હતા. તે ભગવાન શિવની પૂજા કરનાર ઉપાસક હતા. એક વખત કામદેવે તે ઋષિની તપસ્યાને ભંદ કરવા માટે મંજુધોષા નામની અપ્સરાને તે વનમાં મોકલી. મેઘાવી ઋષિ યુવા હતા, તે અપ્સરાના નૃત્ય, સંગીત અને રૂપ પર મોહિત થઈ ગયા. તે બન્ને રતિ ક્રીડામાં લીન થઈ ગયા. આ રીતે તમણે જીવનના 57 વર્ષ પસાર કરી દીધા. એક દિવસે મંજુઘોષાએ મેધાવી ઋષિ પાસે પરત દેવ લોક જવાની પરવાનગી માંગી. ત્યારે મેધાવી ઋષિને ધ્યાન આવ્યું કે તે વનમાં તપસ્યા કરવા આવ્યા હતા અને આ અપ્સરાના કારણે તે પથી વિચલિત થઈ ગયા. મેધાવી ઋષિએ ક્રોધમાં અપ્સરા મંજુઘોષાને પિશાચની થવાનો શ્રાપ આપી દીધો. તેના બાદ મંજુધોષાએ આ શ્રાપમાંથી મુક્તિનો ઉપાય પુછ્યો તો તેમણે કહ્યું કે પાપમોચની એકાદશીનું વ્રત વિધિ વિધાનથી કરવા પર પાપમાંથી મુક્તિ મળશે અને તે પિશાચ યોનિથી મુક્ત થઈ જશે. આટલું કહી મેધાવી ઋષિ પોતાના પિતાના આશ્રમમાં જતા રહ્યા.
પિતાએ મેધાવી ઋષિને પણ વ્રત કરવાનો આપ્યો આદેશ
જ્યારે પિતાને આ વાતની જાણકારી થઈ તો તે ક્રોધિત થયા અને તેમણે મેધાવી ઋષિને પણ પાપમોચની એકાદશી વ્રત કરવાનો આદેશ આપ્યો. જ્યારે ચૈત્ર કૃષ્ણ એકાદશી તિથિ આવી તો મંજુધોષાએ વિધિ વિધાનથી પાપમોચની એકાદશી વ્રત કર્યું અને તે પોતાના પાપોમાંથુ મુક્ત થયા.
- Advertisement -
આ રીતે જે પણ વ્યક્તિ પાપમોચની એકાદશીનું વ્રત કરે છે. તેમના દરેક પાપ ધોવાઈ જાય છે અને તે પાપ મુક્ત થઈ જાય છે.