અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડન દ્વારા આયોજીત સમારોહમાં મહેમાનોને પાણીપુરી ખવડાવાઈ
સૌની પ્રિય પાણીપુરીને અમેરિકાના મેનૂમાં મળ્યું સ્થાન
- Advertisement -
અમેરીકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના આધિકારીક કાર્યાલય વ્હાઈટ હાઉસમાં આયોજીત સમારોહમાં મેનુમાં ભારતીય વાનગી સમોસા બાદ વધુ એક ભારતીય પોપ્યૂલર સ્ટ્રીટ ફૂડ પાણીપુરી પણ પોતાનું સ્થાન જમાવી રહી છે.
હાલમાં જ સોમવારે એશીયન અમેરિકન નેટીવ હવાઈયન એન્ડ પેસીફીક આઈલેન્ડ વારસા મહિનાનો ઉત્સવ ઉજવવા રાષ્ટ્રપતિ જો બાઈડન દ્વારા આયોજીત સમારોહમાં મહેમાનોને પાણીપુરી પણ ખવડાવવામાં આવી હતી.આ સમારોહમાં કોરોના સામેની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવનાર અમેરીકી સર્જન જનરલ ડો.વિવેક મૂર્તિ સહીત અનેક એશીયાઈ અમેરીકી અને ભારતીય અમેરીકી લોકોએ ભાગ લીધો હતો.
સારે જર્હાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા
અમેરિકાનાં વ્હાઈટ હાઉસમાં જયારે ભારતીય ગીત ‘સારે જર્હાં સે અચ્છા હિન્દોસ્તા હમારા’ગીતની ધુન વાગી તો બધાએ ભારતનું સન્માન કર્યુ હતું. કાર્યક્રમમાં અમેરીકી રાષ્ટ્રપતિ જો બાઈડન, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરીસ સહીત અનેક મહાનુભાવો ઉપસ્થિત હતા.
- Advertisement -
વ્હાઈટ હાઉસમાં એશીયન અમેરિકન, નેટીવ હવાઈ એન્ડ પેસીફીક આઈલેન્ડર (એએએનએચપીઆઈ)વારસા મહિનાનો ઉત્સવ ઉજવવા માટે સ્વાગત સમારોહમાં સેંકડો લોકો એકત્ર થયા હતા. ઉલ્લેખનીય છે કે, વ્હાઈટ હાઉસમાં એક વર્ષમાં બીજી વાર આ ગીત વગાડવામાં આવ્યુ હતું. આ સમારોહમાં ભારતીય અમેરીકી સમુદાયના નેતા અજય જૈન ભુતોરીયાએ ભાગ લીધો હતો.