હૉસ્પિટલમાં સિઝેરીયન ડિલિવરીમાં અતિ જરૂરિયાતવાળા દર્દીને 10,000ની ટ્રસ્ટ તરફથી રાહત/સહાય : નોર્મલ ડિલિવરી માત્ર રૂ 13000માં 4 વર્ષમાં ગાયનેક વિભાગમાં અનેક નોર્મલ ડિલિવરી અને 56 સિઝેરીયન ડિલિવરી કરવામાં આવી તેમજ 65 જેટલી જટીલ ગાયનેક સર્જરીઓ સફળતાપૂર્વક કરવામાં આવી
શ્રી પંચનાથ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં ફૂલ ટાઈમ તરીકે ડો. મહેશ વોરાની નિમણુક કરતું પંચનાથ ટ્રસ્ટ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
થોડાક દિવસ પહેલા જ શ્રી પંચનાથ હોસ્પિટલે પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો ત્યાંજ શ્રી પંચનાથ હોસ્પિટલના ટ્રસ્ટ દ્વારા ગાયનેક વિભાગમાં ફૂલ ટાઈમ તરીકે ડો. મહેશ વોરા (ડી.જી.ઓ.)ની નિમણુક કરવામાં આવી વોરા સાહેબે પોતાની એમ.બી.બી.એસ.ની ઉપાધિ એમ.એસ.યુનિવર્સિટી બરોડા ખાતેથી 2016માં તેમજ ડી.જી.ઓ. તરીકેની ડીગ્રી 2021ની સાલમાં પ્રાપ્ત કરી આ સમય દરમ્યાન તેઓએ રાજકોટની પદ્મકુંવરબા, જામખંભાળિયાની પટેલ હોસ્પિટલ તેમજ ભાણવડની સરકારી હોસ્પિટલમાં ગાયનેક તરીકે સેવા આપેલ છે. શ્રી પંચનાથ હોસ્પીટલમાં આવેલાં જટિલ કે અતિ સંવેદનશીલ કેસોનું તબીબો દ્વારા સમયસર અને ધીરગંભીરતાથી નિદાન અને સારવાર થતાં દેવાધીદેવ મહાદેવની અસીમ કૃપાથી તેમના સ્વાસ્થ્યમાં સુધારો થયો અને આવા કિસ્સામાં જ્યારે દર્દીને પ્રસન્નવદને ડીસ્ચાર્જ કરવામાં આવે ત્યારે દર્દીઓ તથા તેના પરિવારજનોમાં ચહેરા પર ખુશીની લહેર હોય તે સ્વાભાવિક છે. 45 વર્ષના મહિલાને છેલ્લાં 6 મહિનાથી પેટમાં અસહ્ય દુખાવો થતો હતો દર્દીએ જુદી જુદી ત્રણ હોસ્પિટલમાં સારવાર કરાવેલ હતી. ત્યાર બાદ શ્રી પંચનાથ હોસ્પીટલમાં તાત્કાલિક સારવાર માટે આવેલા દર્દીનો એમ.આર.આઇ.નો રિપોર્ટ કરાવતા તેમને માસિકના બગાડની ગાંઠ ગર્ભાશયની બહારના ભાગમાં થયેલી હતી તેનું અનુભવી અને કુશળ તબીબો દ્વારા સફળતાપુર્વક સર્જરી કરવામાં આવી હતી. 26 વર્ષીય મહિલાને સતત ઉલ્ટી, પેટનો સહી ન શકાય તેવો દુખાવો, બી.પી.એકદમ લો થઈ ગયું હતું
જેને કારણે તેઓ બેહોશ થઈ ગયા હતા.તાત્કાલિક ધોરણે પ્રથમ ગર્ભાશયની તપાસ, સી.ટી. સ્કેન રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં મહિલા દર્દીની ડાબી બાજુની ફેલોપીન ટ્યુબમાં ભ્રુણ રહી જતા ટ્યુબ ફાટી ગઇ હતી જેને કારણે સતત લોહીનો સ્ત્રાવ થતો હતો ડો. સાહેબે આ રોગની ગંભીરતા સમજીને તાત્કાલિક અસરથી દૂરબીન વડે સર્જરી કરીને ડાબી બાજુની ફેલોપીન ટ્યુબ કાઢી નાખી હતી અને ત્યારબાદ દર્દીને 24 કલાક માટે આઇ.સી.યુ. વિભાગમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા બે દિવસ બાદ જ તેમને ડીસચાર્જ કરવામાં આવ્યા હતા. 21 વર્ષના મહિલા દર્દીને પેટની ડાબી બાજુ સહન ન કરી શકાય તેવો દુખાવો થતાં તેમને ઓ.પી.ડી. દ્વારા ડો.મહેશ વોરાનો સંપર્ક કર્યો હતો ડો. સાહેબે સચોટ નિદાન માટે પ્રથમ સોનોગ્રાફી કરાવવામાં આવી હતી ત્યારબાદ એમ.આર.આઇ. રિપોર્ટ કરાવ્યો હતો રિપોર્ટમાં થયેલ પરીક્ષણ મુજબ આ મહિલા દર્દીને (ઘદફશિફક્ષ ઝજ્ઞતિશજ્ઞક્ષ)ડાબી બાજુના અંડાશયમાં આંટી વળી ગઈ હતી દર્દીના દર્દની પીડા સમજતા ડો. સાહેબે તાત્કાલિક અસરથી દૂરબીન વડે સર્જરી કરી હતી જે કારગત નીવડતા દર્દીએ રાહતનો દમ લીધો હતો. 45 વર્ષના મહિલાએ મોરબીમાં 2 થી 3 વર્ષ સુધી જુદી જુદી અનેક હોસ્પિટલમાં સારવાર કરાવી હતી છતાં પણ પેટમાં સખત અસહ્ય દુખાવો રહેતો હતો. દર્દી શ્રી પંચનાથ હોસ્પીટલમાં સારવાર માટે આવેલા જ્યાં ડો. મહેશ વોરાએ લોહી તથા રેડીઑલોજીના જરૂરી રિપોર્ટ કરાવતા દર્દીના પેટમાં ગાંઠ માલૂમ પડતા તાત્કાલિક અસરથી ઓપરેશન કરીને 4 કિલોની સડેલી ગાંઠ બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. હોસ્પિટલના ગાયનેક વિભાગમાં નોર્મલ તથા સીઝેરિયન ડિલિવરી, ગર્ભાશયની કોથળીનું, ફેલોપીન ટ્યુબમાં બાળક રહી જવું ઓવેરિયન સર્જરી, અંડાશયના જટિલ ઓપરેશનો દૂરબીન વડે કરવામાં આવે છે. સાથોસાથ અનુભવી અને બાહોશ તબીબો દ્વારા વંઘ્યત્વનું નિદાન સચોટ રીતે કરવામાં આવે છે. બાળકનાં વિકાસની તથા ખોડખાંપણની સોનોગ્રાફી કરી જટિલ રોગોનું નિદાન કરી સારવાર કરી આપવામાં આવે છે.
કુટુંબ નિયોજન તથા ગર્ભનિરોધક સારવાર પણ કરવામાં આવે છે. પંચનાથ હોસ્પિટલમાં સિઝેરીયન ડિલિવરી વધુમાં વધુ રૂ 30,000 જેટલા સામાન્ય ચાર્જમાં તથા હોસ્પિટલમાં ત્રણ દિવસ દાખલ સાથે માતા તથા બાળકની દવાનો સમાવેશ, પરંતુ માતા કે બાળકને અન્ય કોઈ તબીબી સમસ્યા ઉદભવે તો તેનો ચાર્જ અલગથી લેવામાં આવે છે. આ ઉપરાંત જરૂરિયાતવાળા દર્દીને ₹10,000ની ટ્રસ્ટ તરફથી રાહતએ સહાય આપવામાં આવે છે. જરૂરિયાતવાળા દર્દીની ખાતરી કરવા માટે ટ્રસ્ટ તરફથી નિમાયેલા લોકોની ટીમ દર્દીના ઘરે જઈ દર્દીની તથા તેના પરિવારની આર્થિક પરિસ્થિતિની ખાતરી તથા યોગ્ય તપાસ કરી અને પછી રાહત અથવા સહાય નક્કી કરવામાં આવે છે.
- Advertisement -
ગાયનેક વિભાગમાં છેલ્લા છ માસમાં 2800થી વધુ દર્દીઓ ઓ.પી.ડી. વિભાગમાં સારવાર અર્થે આવેલ હતા. જેમાંથી 45થી 50 દર્દીઓના જુદા જુદા પ્રકારની સફળ સર્જરીઓ કરી હતી તેવીજ રીતે પ્રસૂતિ સમયે ગાયનેક ડો. ની સાથે પીડિયાત્રીક તેમજ એનેસ્ટેથીક તબીબો પણ હાજર હોય છે. ગાયનેકના જટીલ ઓપરેશન તથા સારવાર માટે શ્રીમતી ધૃતિબેન ધડુક દ્વારા દર્દી ના સગા ને સરળ ભાષા મહીલા ઓપરેશન વિશે સમજાવી માહિતગાર કરી તથા ઓપરેશન થીયેટર સુધી દર્દી ને માનસિક સહયોગ આપવામાં આવે છે. મહીલા દર્દી ની નિદાન તથા સારવાર માટે હોસ્પિટલમાં ખાસ કરીને મહિલા નર્સિંગ સ્ટાફ શ્રુતીબેન કંજારિયા તથા મેડિકલ ઓફિસર ડો.પીનલબેન પાઉં અને ડો.ભક્તિબેન સોલન્કી તથા આયામાસી ભારતબા જાડેજા ના સાથ સહકાર થી મહિલા દર્દીને ઉષ્માભર્યું વાતાવરણ મળે છે. હોસ્પિટલની અન્ય માહિતી માટે શ્રીમતી ધૃતિબેન ધડુક (8469221003)નો હોસ્પિટલના ત્રીજા માળે રૂબરૂમાં અન્યથા લેન્ડ લાઈન નં 02812223249/2231215 પર સંપર્ક કરવા હોસ્પિટલ તંત્રની અખબારી યાદીમાં જણાવેલ છે.
હૉસ્પિટલમાં નવજાત બાળકની નિ:શૂલ્ક સારવાર
બાળકના જન્મ પછી થતો કમળાની સારવાર કરવામાં આવે છે જેનો કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલ કરવામાં આવતો નથી બાળકના જન્મ પછી આપવી પડતી જરૂરી રસીઑ ડો. દ્વારા જ આપવામાં આવે છે. ઓપરેશન થિયેટર સિલ્વર કોટેડ હોવાથી તેમાં કોઈ પ્રકારના જંતુ ઉત્પાદન થતાં ન હોવાથી જંતુ રહિત રહે છે. સાથો સાથ અ.ઇં.ઞ.(હેપા ફિલ્ટર) આધુનિક પ્રકારના ઓપરેશન ટેબલો લાઈટિંગ સિસ્ટમ તેમજ બેબી વોરમરની ખાસ સુવિધા વિના મુલ્યે ઉપલબ્ધ છે.