250 વર્ષથી અવિરત ધગધગતું અન્નક્ષેત્ર; લાખો ભક્તો દર્શન અને પ્રસાદનો પુણ્યલાભ લેવા ઉમટ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ભારતીય સંસ્કૃતિમાં મેળાનું વિશેષ મહત્વ છે, પરંતુ બોટાદથી 15 કિલોમીટર દૂર આવેલું પવિત્ર વિહળધામ પાળિયાદ સમગ્ર દેશમાં તેની અનોખી પરંપરા માટે જાણીતું છે. ભારતભરમાં અનેક સ્થળોએ વર્ષમાં એકાદ વાર અમાસનો મેળો ભરાતો હોય છે, પરંતુ પાળિયાદ એકમાત્ર એવું ધામ છે જ્યાં વર્ષના 12 મહિના અને 12 અમાસે ભવ્ય ધાર્મિક મેળો અને વિશેષ આયોજન કરવામાં આવે છે.
‘ટુકડો ત્યાં હરિ ઢુકડો’ની ભાવના સાર્થક આ ધામની સૌથી મોટી વિશેષતા અહીં છેલ્લા 250 વર્ષથી 24 કલાક અવિરત ચાલતું અન્નક્ષેત્ર છે. અમાસના પાવન દિવસે દેશના ખૂણેખૂણેથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન અને માનતા પૂરી કરવા આવે છે. આસ્થાના આ મહાકુંભમાં આવનાર દરેક ભક્ત દર્શન બાદ પ્રસાદ અચૂક ગ્રહણ કરે છે. આ પવિત્ર સ્થાનમાં સેવાની સરવાણી વહેતી જોવા મળે છે.
મહંત નિર્મળાબાના આશીર્વાદ હેઠળ સેવાકાર્યો વિહળધામમાં ચાલી રહેલા તમામ ધાર્મિક અને સેવાકીય પ્રકલ્પો વર્તમાન મહંત પરમ પૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વર નિર્મળાબાના આશીર્વાદ અને પૂજ્ય ભયલુબાપુના સીધા માર્ગદર્શન હેઠળ સુચારુ રીતે ચાલી રહ્યા છે. ભક્તો માટે રહેવા, જમવા અને દર્શનની વ્યવસ્થા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવે છે.



