હાનિયા આમિરની ભૂમિકાને કારણે વિવાદમાં ફસાયેલી દિલજીત દોસાંજની “સરદાર જી 3” ફિલ્મને પાકિસ્તાની સેન્સર બોર્ડ તરફથી રિલીઝ માટે મંજૂરી મળી ગઈ છે. ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ હોવા છતાં, પાકિસ્તાની નિર્માતા ઝૈન વાલીની સંડોવણીને કારણે આ ફિલ્મને પંજાબી આંતરરાષ્ટ્રીય નિર્માણ તરીકે વર્ગીકૃત કરવામાં આવી રહી છે. આ રિલીઝથી પાકિસ્તાનના સિનેમા ઉદ્યોગને વેગ મળવાની અપેક્ષા છે.
દિલજીત દોસાંઝની પંજાબી ફિલ્મ ’સરદારજી 3’ ને પાકિસ્તાની સેન્સર બોર્ડે તેમના દેશમાં રિલીઝ માટે મંજૂરી આપી દીધી છે. પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરની કાસ્ટિંગ પર થયેલા વિવાદ બાદ આ ફિલ્મ ભારતમાં રિલીઝ થઈ નથી.
- Advertisement -
કરાચીમાં સિનેમા હોલના માલિકએ પુષ્ટિ આપી છે કે ફિલ્મ ’સરદારજી 3’ શુક્રવારે પાકિસ્તાનમાં રિલીઝ થશે. નદીમે કહ્યું કે સેન્સર બોર્ડે ફિલ્મને મંજૂરી આપી દીધી છે. પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ છે.
ફિલ્મ ’સરદાર જી 3’ ના નિર્માતાઓમાંના એક, ઝૈન વાલી પાકિસ્તાની છે. પાકિસ્તાની ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર સલીમ શહઝાદે જણાવ્યું હતું કે ફિલ્મને સ્ક્રીનિંગ માટે મંજૂરી આપવામાં આવી છે કારણ આ એક પંજાબી અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ છે, તેને ભારતીય ફિલ્મનો દરજ્જો આપવામાં આવ્યો નથી.
ફિલ્મના સુકાન સંભાળતી મુખ્ય પ્રોડક્શન કંપનીઓ, વ્હાઇટ હિલ સ્ટુડિયો અને સ્ટોરી ટાઇમ પ્રોડક્શન્સે હજુ સુધી તેમના સત્તાવાર પ્લેટફોર્મ પર “સરદાર જી 3” ના પાકિસ્તાનમાં રિલીઝ માટે કોઈ જાહેરાત કરી નથી.
- Advertisement -
માંડવીવાલાએ કહ્યું કે આ ફિલ્મ પાકિસ્તાનમાં સિનેમા ઉદ્યોગને વેગ આપશે, જે વર્ષોથી ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ મૂક્યા પછી હોલીવુડની રિલીઝ પર ખૂબ આધાર રાખે છે.