પાકિસ્તાનમાં પાસપોર્ટના લેમિનેશન પેપર પૂરા થઈ ગયા છે જે ફ્રાન્સથી આયત કરવામાં આવે છે, જેના માટે લોકો વલખા મારી રહ્યાં છે
પાકિસ્તાનમાં ખાવા પીવાથી લઈ દરેક ચીજવસ્તુઓમાં મોંઘાવીરએ માઝા મૂકી છે, અહીં મોંઘવારીએ તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. ત્યારે પાકિસ્તાનને પાસપોર્ટના પ્રિન્ટીંગનું કામ પણ રોકવું પાડ્યુ છે. જેનો કારણ છે કે, પાકિસ્તાનની પાસે લેમિનેશન પેપર પૂરા થઈ ગયા છે. જેની જાણકારી ખુદ પાકિસ્તાનના એક મીડિયાએ આપી છે. જે મીડિયા રીપોર્ટ મુજબ પાસપોર્ટ માટે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે
- Advertisement -
‘સરકાર સંકટ સમયમાં’
તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં લેમિનેશન પેપર પૂરા થઈ ગયા છે. જે ફ્રાન્સથી આયત કરવામાં આવે છે. એક રિપોર્ટ મુજબ છેલ્લા કેટલાક સમયથી લેમિનેશન પેપર પાકિસ્તાન નથી પહોંચી રહ્યાં જેના કારણે પાસપોર્ટનું કામ રોકવું પડ્યું છે. પાકિસ્તાનના ઈમીગ્રેશન એન્ડ પાસપોર્ટ ડાયરેક્ટ(ડીજીઆઈપી)એ એક મીડિયા કર્મીને જણાવ્યું કે, સરકાર સંકટ સમયમાં છે આવી સ્થિતિને પહોંચી વળવા તમામ કોશિષ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, જલ્દી જ પાસપોર્ટની છાપવાની કામગીરી શરૂ કરવામાં આવશે
પાસપોર્ટ કામગીરી લટકી
પાકિસ્તાનમાં પાસપોર્ટ છાપવાની કામગીરીના કામ રોકાઈ ગયું છે, જેના કારણે વિદેશ યાત્રા કરનારા લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જેમાં કેટલાક વિદ્યાર્થીઓ પણ છે જેના ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જવા તત્પર છે. જો કેટલાક લોકો કામ ધંધાર્થે પણ વિદેશ જવા તલ પાપડ થઈ રહ્યાં છે, પરંતુ કંગાલ સરકાર ના કારણે ધાઘિયા સર્જાયા છે. પાકિસ્તાનની હાલત દિવસે દિવસે ખરાબ થઈ રહી છે. ત્યાં લોકો ખાવા પીવાથી લઈ દરેક વસ્તુમાં પીસાઈ રહ્યાં છે.