અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ
ખાસ-ખબર સંવાદદાતા
ભારત અને અમેરિકા વચ્ચે વધી રહેલા સંરક્ષણ સહયોગના કારણે પાકિસ્તાનને ભારે બળતરા થઈ રહી છે.
- Advertisement -
પાકિસ્તાન અખબારના અહેવાલ પ્રમાણે પાકિસ્તાને પોતાની સત્તાવાર રાજદ્વારી ચેનલથી ભારતને મદદ કરવા સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. પાકિસ્તાને અમેરિકાને કહ્યુ છે કે, અમારી જે વ્યાજબી ચિંતાઓ છે તેને ધ્યાનમાં લીધા સિવાય ભારતને અત્યાધુનિક હથિયારો આપવાના પાકિસ્તાનના નિર્ણયથી દક્ષિણ એશિયામાં વ્યૂહાત્મક સ્થિરતા અને પરંપરાગત સંતુલન નબળુ પડશે. ભારત આધુનિક ટેકનોલોજી હાંસલ કર્યા બાદ પાકિસ્તાનને આંખો દેખાડશે અને તેનાથી પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા ખતરામાં પડી જશે.
પાકિસ્તાને કહ્યુ છે કે, ભારત અને અમેરિકા વચ્ચે પાકિસ્તાનના હિતને ખતરામાં નાંખતા કોઈ પણ કરાર સામે પાકિસ્તાન જવાબી કાર્યવાહી માટે મજબૂર થશે.
પાકિસ્તાન ભડકી ઉઠ્યુ છે તેનુ કારણ એ છે કે, પીએમ મોદીની તાજેતરની અમેરિકા યાત્રા દરમિયાન ઘણા મહત્વના કરાર થયા છે. જેમાં ભારતને અમેરિકાના અત્યાધુનિક એમક્યૂ-9 ડ્રોન આપવાનો તેમજ ભારતમાં ફાઈટર જેટના એન્જિન બનાવવાનો કરાર સામેલ છે. સાથે સાથે અમેરિકાની ચિપ બનાવતી દિગ્ગજ કંપનીએ ભારતમાં સેમી ક્ધડકર એસેમ્બિલિંગ તથા ટેસ્ટિંગ સુવિધા ઉભી કરવા માટે પણ કરાર કર્યો છે અને તેના કારણે ભારતમાં હજારો નોકરીઓ ઉભી થવાની છે.