-જાબ-સિંઘ પ્રાંતમાં અત્યંત ખરાબ હવામાનથી ફલાઈટને રૂટ ડાઈવર્ટ કરવાની ફરજ પડી
ભારતની ઈન્ડીગો સહિતની એરલાઈન્સની ફલાઈટ હાલમાં બે થી ત્રણ વખત પંજાબ સહિતની હવાઈ સરહદથી પાકિસ્તાન પર થોડી મીનીટો માટે ઉડીને પરત ભારતીય હવાઈ સીમામાં પરત આવી ગઈ હતી પણ હાલમાં જ પાકિસ્તાનમાં એક ડોમેસ્ટીક ફલાઈટ તા.24ના રોજ રાજસ્થાન સરહદની ભારતીય હવાઈ સીમામાં દાખલ થઈને લાંબી ઉડાન ભરીને ફરી પાક પહોચી હતી.
- Advertisement -
એવીએશન ક્ષેત્રની માહિતી આપતા ‘ઓપન સોર્સ ફલાઈટ ટ્રેકીંગ ડેટા’ના જણાવ્યા મુજબ પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન (પીઆઈએ)ની કરાચીથી ઈસ્લામાબાદ જતી પીકે 308 એ તેના મૂળ ઉડ્ડયન માર્ગનેન આંતરીને સાંજે 5.02 કલાકે ભારતીય હવાઈ સીમામાં પ્રવેશ કર્યો હતો. (ભારતના સમય મુજબ સાંજે 5.32 કલાકે) અને તે એક કલાક 12 મીનીટ ભારતીય હવાઈ સીમામાં રહી હતી.
તે પાકના હૈદરાબાદની ભારતની રાજસ્થાનની હવાઈ સીમામાં પ્રવેશ કર્યો હતો અને તે રાજસ્થાન-હરિયાણા ઉપર ઉડતી રહી હતી અને બાદમાં ગ્રીન સિગ્નલ મળતા તે પાકના કૌસર હવાઈ સીમાથી તે પરત ગયુ હતું. કરાચીથી ઈસ્લામાબાદની ફલાઈટ 1 કલાક 40 મીનીટ લે છે અને તે ભારત પરથી પસાર થયું તેથી તે 42 મીનીટ મોડી થઈ હતી અને બે કલાક 14 મીનીટ હવામાં રહી હતી.
વાસ્તવમાં ખરાબ હવામાનના કારણે આ ફલાઈટને તેનો રૂટ બદલશે. ભારત પરથી ઉડવાની ફરજ પડી અને તે માટે મંજુરી લેવામાં આવી હતી. પાકના સિંધ અને પંજાબ પ્રાંતમાં ભારે તોફાની પવન- વરસાદની સ્થિતિ હતી. વાદળોમાં વિજ તાર વહેતો હતો. તેથી તેના ઓરીજનલ રૂટ પરથી ઉડવું જોખમી હતું. આંતરરાષ્ટ્રીય સમજુતી મુજબ આ પ્રકારની સ્થિતિમાં એકબીજાના દેશોની નાગરિક વિમાની સેવાને ઉડ્ડયનની મંજુરી અપાય છે.
- Advertisement -