ગુજરાતથી મથુરા તરફ જઈ રહેલી બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, બસમાં સવાર 11 લોકોના કરૂણ મૃત્યુ, 12 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા.
રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં બુધવારે સવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં સાઈડમાં ઉભેલી ભાવનગરની બસને ટ્રકે પાછળથી ટક્કર મારતા બસમાં સવાર 11 મુસાફરોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. જ્યારે 12 જેટલા મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતના સમાચાર મળતાની સાથે જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી શરૂ કરી છે. આ અકસ્માત પર સીએમ ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું છે.
- Advertisement -
#WATCH | Rajasthan | 11 people killed and 12 injured when a trailer vehicle rammed into a bus on Jaipur-Agra Highway near Hantra in Bharatpur District, confirms SP Bharatpur, Mridul Kachawa. The passengers on the bus were going from Bhavnagar in Gujarat to Mathura in Uttar… pic.twitter.com/1nYUkj3J9z
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) September 13, 2023
- Advertisement -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લખ્યું છે કે, ‘રાજસ્થાનના ભરતપુર નજીક થયેલ માર્ગ અકસ્માતની ઘટના ખૂબ આઘાતજનક છે. અકસ્માતમાં ગુજરાતના યાત્રિકોએ જીવ ગુમાવ્યો છે. સૌ મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્ત યાત્રિકો જલ્દીથી સાજા થાય તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું.’
રાજસ્થાનના ભરતપુર નજીક થયેલ માર્ગ અકસ્માતની ઘટના ખૂબ આઘાતજનક છે. અકસ્માતમાં ગુજરાતના યાત્રિકોએ જીવ ગુમાવ્યો છે. સૌ મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્ત યાત્રિકો જલ્દીથી સાજા થાય તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું.
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 13, 2023
ટ્રકે બસને પાછળથી મારી ટક્કર
પ્રાપ્ત વિગતો અનુસાર, મુસાફરોથી ભરેલી બસ ગુજરાતથી મથુરા તરફ જઈ રહી હતી. રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં જયપુર-આગ્રા હાઈવે પર આવેલા હંતારા પુલ પર બસ ખરાબ થઈ ગઈ હતી. જેથી બસના ડ્રાઈવરે બસને સાઈડમાં ઉભી રાખી હતી અને બસનું રિપેરિંગ કામ શરૂ કર્યુ હતું. આ દરમિયાન લગભગ 10-12 મુસાફરો બસમાંથી નીચે ઊતરીને બસની પાછળ જઈને ઊભા હતા. ત્યારે ફૂલ સ્પીડમાં આવેલી ટ્રકે બધાને કચડી નાખ્યા હતા.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બસમાં સવાર 11 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યાં હતા. આ અકસ્માતની અંગેની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસનું કહેવું છે કે આ અકસ્માતમાં 11 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Gujarat CM Bhupendra Patel tweets, "The road accident near Bharatpur in Rajasthan is shocking. Pilgrims from Gujarat died in the accident. I express my condolences to the bereaved families. I also pray to God for the speedy recovery of the injured."
(File photo) https://t.co/UrwNm8qAhA pic.twitter.com/AESurXdhJ7
— ANI (@ANI) September 13, 2023
ભાવનગરથી મથુરા જઈ રહી હતી બસ
પોલીસે જણાવ્યું કે, આ બસ ગુજરાતના ભાવનગરથી મથુરા તરફ જઈ રહી હતી. આ અકસ્માત સવારે 5 વાગ્યાની આસપાસ સર્જાયો હતો. મૃતકોમાં 6 મહિલાઓ અને પાંચ પુરૂષોનો સમાવેશ થાય છે. તમામ ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 12 જેટલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા મુસાફરોની સારવાર ચાલી રહી છે.
મૃતકોના નામ
અંતુભાઈ લાલજીભાઈ ગયાણી, નંદરામ ભાઈ મથુરભાઈ ગયાણી, લલ્લુભાઈ દયાભાઈ ગયાણી, ભરતભાઈ ભીખાભાઈ, લાલજીભાઈ મનજીભાઈ, અંબાબેન જીણાભાઈ, કંબુબેન પોપટભાઈ, રામુબેન ઉદાભાઈ, મધુબેન અરવિંદભાઈ દાગી ,અંજુબેન થાપાભાઈ, મધુબેન લાલજીભાઈ ચુડાસમા.



