દિલ્હી બાદ મુંબઈ, હૈદ્રાબાદ, કોલકાતામાં ઓઝોનનો ફેલાવો
ખાસ-ખબર સંવાદદાતા
દિલ્હીમાં ઓઝોન પ્રદુષણ ખતરનાક સ્તરે વધી રહ્યું છે. એક વર્ષમાં જ રાજધાનીમાં ઓઝોનનું પ્રદુષણ ખતરનાક સ્તરે વધી રહ્યું છે. એક વર્ષમાં જ રાજધાનીમાં ઓઝોનનું પ્રદૂષણ 30 ટકા સુધી વધી ગયું છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જાહેર આંકડાના આધારે વિજ્ઞાન તેમજ પર્યાવરણ કેન્દ્ર (સીએસઈ)એ આ ખુલાસો કર્યો છે.
- Advertisement -
સીએસઈ અનુસાર ગત વર્ષે દિલ્હીના માત્ર 12 દેખરેખ કેન્દ્રો પર તેની હાજરી નોંધાઈ હતી. આ વખતે 16 દેખરેખ કેન્દ્રો પર ઓઝોન પ્રદુષણની હાજરી નોંધાઈ છે. જાન્યુઆરીથી લઈને મે મહિનામાં આ વર્ષે માત્ર 6 દિવસ એવા રહ્યા છે જયારે ઓઝોનના પ્રદુષણની હાજરી દિલ્હીના કોઈપણ દેખરેખ કેન્દ્રમાં ન રહી હોય. સીએસઈના કાર્યકારી નિર્દેશક અનુમિતા રાય ચૌધરીના અનુસાર સપાટી પર હાજર ઓઝોન પ્રદુષણનું ઝેર ચેતવણી છે. તેના માટે તાત્કાલીક પગલા લેવાની જરૂર છે.શરીર પર કેવી અસર કરે છે ઓઝોન: ઓઝોનના કણ ખતરનાક અને નુકશાનકારક હોય છે.
શ્વાસનળીમાં પ્રવેશતા જ તે ફેફસાને નુકશાન પહોંચાડવા લાગે છે. આવી હવામાં એક-બે કલાક પણ શ્વાસ લેવામાં નાક અને ગળામાં ખંજવાળ આવે છે. ફેફસાથી શ્વાસ ક્ષમતા ઘટી જાય છે.
અસ્થમાં પીડિત થઈ શકે છે. ઓઝોન મુખ્યત્વે વાયુ પ્રદુષણ છે. ઓઝોન પ્રદુષણમાં દિલ્હી બાદ મુંબઈનો નંબર આવે છે ત્યારબાદ હૈદ્રાબાદ અને કોલકાતાનો નંબર છે.