600 ચો.મી.માં બનશે ઓક્સિજન કોર્નર: 3000 જેટલા છોડ/ વૃક્ષોનું વાવેતર
ખાસ-ખબર સંવાદદાતા
શહેરમાં વધુમાં વધુ વૃક્ષારોપણ થાયઅને પર્યાવરણની જાળવણી થાય તેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઇસ્ટ ઝોન, વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં આવેલ જુદા જુદા બગીચાઓમાં તા.02/08/2023 થી 22/08/2023 સુધી ઓક્સિજન કોર્નર અંતર્ગત વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ છે. આજ તા.08/08/2023ના રોજરોજ વોર્ડ નં.10 ચંદ્રશેખર આઝાદ ઉદ્યાન ખાતેઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે વૃક્ષારોપણ કરાયું. આ ઓક્સિજન કોર્નર 600 ચો.મી.માં બનશે.આશરે 3000 જેટલા છોડ/વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.
- Advertisement -
આ પ્રસંગે વોર્ડ નં.10ના કોર્પોરેટર જ્યોત્સનાબેન ટીલાળા, ચેતનભાઈ સુરેજા, નરેન્દ્રસિંહ વાઘેલા, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી ડો.માધવ દવે, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ કાશ્મીરાબેન નથવાણી, ડો.ચેતન લાલચેતા, રાજકોટ શહેર ભાજપ મંત્રી વિજયભાઈ પાડલીયા, હરેશભાઈ કાનાણી, પ્રભારી રઘુભાઈ ધોળકિયા, પ્રમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી મેહુલભાઈ નથવાણી, ડો.રત્નદિપસિંહ જાડેજા, ગાર્ડન વિભાગના ડિરેક્ટર શ્રી એલ.જે. ચૌહાણ, પર્યાવરણ અધિકારી નિલેષ પરમાર, નાયબ પર્યાવરણ વલ્લભભાઈ જીંજાળા, તુવર, ડેપ્યુટી એન્જીનિયર એમ.ડી.ગાવિત, એમ.ડી. જોશી, વોર્ડ ઓફિસર આરતીબેન નિમ્બાર્ક વગેરે ઉપસ્થિત રહ્યા હતા.