રિઝર્વ બેન્કનો રિપોર્ટ : આઠ વર્ષમાં ટેમિન્સનો આંકડો ડબલ થઈ ગયો : બ્રિટન, અમેરિકા, સિંગાપોરમાં રહેતા ભારતીયો સૌથી વધુ નાણાં મોકલે છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.2
- Advertisement -
ભારતના અર્થતંત્રમાં એનઆરઆઇનું યોગદાન મહત્વનું છે. જે અંગે પ્રકાશમાં આવેલા ડેટા મુજબ ગત નાણાકીય વર્ષ દરમિયાન તેમણે એફડીઆઈ કરતા વધુ નાણાં મોકલ્યા છે.
એનઆરઆઈ એ તેમના પરિવારોને પૈસા મોકલવાનો રેકોર્ડ બનાવ્યો છે. નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન વિદેશમાં રહેતા ભારતીયોએ તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર એટલે કે લગભગ 11,600 અરબ રૂપિયા મોકલ્યા છે. જે એનઆરઆઈ દ્વારા અત્યાર સુધી મોકલવામાં આવેલી સૌથી મોટી રકમ છે.
આ અંગે આરબીઆઇએ આપેલી માહિતી મુજબ આઠ વર્ષ પહેલા એનઆરઆઇ દ્વારા 61 બિલિયન ડોલરની રકમ મોકલવામાં આવતી હતી. પરંતુ આજે આ રકમ બમણી થઈ ગઈ છે.
એટલે કે જો આપણે વાર્ષિક ધોરણે જોઈએ તો તેમાં લગભગ 16 ટકાનો વધારો થયો છે. આ આંકડો વિદેશમાં રહેતા ભારતીયોની આર્થિક સમૃદ્ધિ દર્શાવે છે. જો આપણે છેલ્લા 10 વર્ષના ડેટા પર નજર કરીએ, તો ભારત સૌથી વધુ રેમિટન્સ મેળવતો દેશ છે. વિશ્વ બેંકનો અહેવાલ આ વાતની પુષ્ટિ કરે છે. આ અહેવાલ મુજબ, મેક્સિકો વર્ષ 2024 માં 5.8 લાખ કરોડ રેમિટન્સ સાથે બીજા સ્થાને રહેશે, ત્યારબાદ ચીન 4.1 લાખ કરોડ રૂપિયા સાથે ત્રીજા સ્થાને રહેશે.
આઠ વર્ષમાં રેમિટન્સનું પ્રમાણ લગભગ બમણું થઈ ગયું છે. નાણાકીય વર્ષ 2014-15 દરમિયાન 6 લાખ કરોડ, 2015-16 દરમિયાન 5.62 લાખ કરોડ, 2016-17 દરમિયાન 5.26 લાખ કરોડ, 2017-18 દરમિયાન 5.93 લાખ કરોડ, 2018-19 દરમિયાન 6.55 લાખ કરોડ, 2019-2020 દરમિયાન 7.13 લાખ કરોડ, 2020-21 દરમિયાન 6.87 લાખ કરોડ રેમિટન્સ હતા.
ભારતને નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન 7.64 લાખ કરોડ રૂપિયા, વર્ષ 2022-23 દરમિયાન 9.64 લાખ કરોડ રૂપિયા, વર્ષ 2023-24 દરમિયાન 10.18 લાખ કરોડ રૂપિયા અને વર્ષ 2025-26 દરમિયાન 11.63 લાખ કરોડ રૂપિયા મળ્યા હતા.
આરબીઆઈના અહેવાલ મુજબ વિદેશોમાંથી મળેલા કુલ રેમિટન્સમાં બ્રિટન, અમેરિકા અને સિંગાપોરનો હિસ્સો 45 ટકા છે. એટલે કે, રેમિટન્સ આપણી વેપાર ખાધના લગભગ 47 ટકાની ભરપાઈ કરે છે.