– વડાપ્રધાન મોદીએ દુ:ખ વ્યક્ત કર્યુ
વાહન પહાડી રોડ પરથી ખાડીમાં પડતાં જ પોલીસ, રાષ્ટ્રીય રાઈફલ્સ અને સ્થાનિક ગ્રામજનો સહિત બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી અને બચાવકાર્ય શરૂ કર્યું
- Advertisement -
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં મંગળવારે એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં આઠ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટના કિશ્તવાડ જિલ્લાના ચટરુમાં થઈ હતી જ્યાં એક કાર ખાડીમાં પડી હતી. ઘટના બાદ જમ્મુ-કાશ્મીર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું. ત્રણ ઘાયલોને ગંભીર હાલતમાં પીએચસી ચટરુમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાસ્થળે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટનાને લઈ દુ:ખ વ્યક્તિ કર્યું છે.
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં ચિંગમથી ચટરુ તરફ મુસાફરોને લઈ જતી એક એસયુવી બોંડા ગામ નજીક બપોરે 3.15 વાગ્યે અકસ્માતનો ભોગ બની હતી. વાહન પહાડી રોડ પરથી ખાડીમાં પડતાં જ પોલીસ, રાષ્ટ્રીય રાઈફલ્સ અને સ્થાનિક ગ્રામજનો સહિત બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કિશ્તવાડના ડીસી દેવાંશ યાદવે જણાવ્યું કે, નાની બાળકી સહિત 8 લોકોના મોત થયા છે જ્યારે 3 લોકો ઘાયલ થયા છે. મેડિકલ ટીમ ઘાયલોની સારવાર કરી રહી છે. અમે જરૂરી વળતર આપીશું.
#UPDATE | J&K: Total of 8 people have died till now while 3 are injured in a road accident in Kishtwar: Devansh Yadav, DC, Kishtwar
- Advertisement -
— ANI (@ANI) August 30, 2022
પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા
વિગતો મુજબ અત્યાર સુધી પાંચ લોકો ઘટનાસ્થળે મૃત હાલતમાં મળી આવ્યા હતા અને અન્ય ત્રણ લોકો હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મૃત્યુ પામ્યા હતા. વધુ ત્રણ ઘાયલોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે કિશ્તવાડના વરિષ્ઠ પોલીસ અધિક્ષક શફકત ભટ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને બચાવ કામગીરીની દેખરેખ કરી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટનાને લઈ દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, કિશ્તવાડમાં થયેલા અકસ્માતથી હું દુઃખી છું. મારા સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલો વહેલામાં વહેલી તકે સાજા થાય. આ સાથે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, PMNRF તરફથી 2 લાખ રૂપિયા દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.
Saddened by the accident in Kishtwar. My thoughts are with the bereaved families. May the injured recover at earliest. Rs 2 lakhs from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs 50,000: PM Narendra Modi
(File photo) https://t.co/m1rQpo3VDI pic.twitter.com/u6YkekB2QB
— ANI (@ANI) August 31, 2022
ગુલામ નબી આઝાદે આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો
આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે ટ્વીટ કર્યું, “જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ચતારૂમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ઘણા લોકોના મૃત્યુ વિશે જાણીને મને ખૂબ જ દુઃખ થયું છે. હું પીડિતો માટે પ્રાર્થના કરું છું. અકસ્માત અંગે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના.